અમદાવાદઃ સતત બીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં થયો મોટો સુધારો, ફટાફટ જાણી લો નવા ભાવ

News18 Gujarati
Updated: September 30, 2020, 6:41 PM IST
અમદાવાદઃ સતત બીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં થયો મોટો સુધારો, ફટાફટ જાણી લો નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

દિવાળીની નજીક સોનું હંમેશા ચમકતું હોય છે. પરંતુ કોરોનાના કારણે આ વખતે લોકો આર્થિક તંગીથી લડી રહ્યા છે. જેની અસર સોનાની માંગ ઉપર પડશે.

  • Share this:
અમદાવાદઃ વિદેશી બજારમાં ખરીદી બાદ સોનાની કિંમતમાં તેજી આવી છે. જેની અસર ભારતીય બજારોમાં જોવા મળી હતી. અમદાવાદ બુલિયન માર્કેટમાં સતત બીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. અમદાવાદમાં બે દિવસમાં એક કિલો ચાંદીના ભાવમાં (Silver price today) 2300 રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold price today) 800 રૂપિયાનો સુધારો નોંધાયો હતો. જ્યારે આજે બુધવારે અમદાવાદમાં એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો નજીવો સુધારો જોવા મળ્યો હતો.

અમદાવાદમાં સોના-ચાંદીનો ભાવ (Gold Silver price in Ahmedabad)
અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 29 September 2020) આજે બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો સુધારો થતાં ચાંદી ચોરસા 60,500 રૂપિયા અને ચાંદી રૂપું 60,300 રૂપિયાના સ્તરે પહોંચી હતી. મંગળવારે એક કિલો ચાંદીના ભાવમાં 1800 રૂપિયાનો વધારો થતાં એક કિલો ચાંદી ચોરસા 60,000 અને ચાંદી રૂપું 59,800 રૂપિયાના સ્તરે બંધ રહી હતી.

આ ઉપરાંત અમદાવાદમાં આજે બુધવારે (Gold Price on 29 September 2020) 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો નજીવો સુધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,100 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,900 રૂપિયાના ભાવે રહ્યું હતું. જે મંગળવારે 10 ગ્રામ સોનાના ભાવમાં700 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,800 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે. આ ઉપરાંત હોલમાર્ક દાગીનામાં 100 રૂપિયાનો વધારો થતાં 10 ગ્રામ હોલમાર્ક દાગીનાનો ભાવ 51,060 રૂપિયાના થયો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ લોકોને દંડ ફટકારતી પોલીસના પુત્રો જ ગાઈડલાઈનનો ભંગ કરતા કેમેરામાં થયા કેદ, જુઓ video

એક્સપર્ટનું કહેવું છે કે, વિદેશી બજારની સાથે-સાથે વાયદાબજારમાં બુધવારે સોનામાં તેજી જોવા મળી છે. રોકાણકારોની નજર અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વચ્ચે થનારી ડિબેટ પર મંડરાયેલી છે. આ સિવાય અમેરિકામાં રાહત પેકેજ સાથે જોડાયેલા વિધેયકો પર પણ નજર છે.આ પણ વાંચોઃ-ગુજરાત પર નવો ખતરો! corona વચ્ચે કોંગો ફિવર ફેલાવાની આશંકા, આ તાવની પણ નથી કોઈ વેક્સીન

આ પણ વાંચોઃ-સેલ્ફીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સોઃ સેલ્ફી લઈ રહેલી ડોક્ટરની પત્ની ડેમમાં પડી, ડૂબી જતા મોત

કેમ આવી સોના-ચાંદીની કિંમતોમાં તેજી
એચડીએફસી સિક્યોરિટીના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટિ) તપન પટેલનું કહેવું છે કે, આ આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી તેજીના કારણે જોવા મળી રહ્યું છે. તેમનું કહેવું છે કે, રૂપિયામાં આવેલી નબળાઈની અસર પણ સોનાની કિંમત પર જોવા મળી રહી છે.

શું આ વખતે ફેસ્ટીવલ સિઝનમાં ઓછું વેચાશે સોનું?
એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ફેસ્ટીવલ સિઝન આવવાના કારણે સોનાની માંગ વધી જશે. દિવાળીની નજીક સોનું હંમેશા ચમકતું હોય છે. પરંતુ કોરોનાના કારણે આ વખતે લોકો આર્થિક તંગીથી લડી રહ્યા છે. જેની અસર સોનાની માંગ ઉપર પડશે.
Published by: ankit patel
First published: September 30, 2020, 6:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading