અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, ફટાફટ જાણી લો આજના નવા ભાવ

અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, ફટાફટ જાણી લો આજના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

આગામી 48 કલાકમાં સોનાની કિંમતોના પગલે સમીકરણ બદલવાના આસાર નજર આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે સોનાના ભાવ ખૂબ જ ઝડપથી વધી શકે છે.

 • Share this:
  અમદાવાદઃ કોરોના સંકટ વચ્ચે રોકાણકારોએ સોનાને સૌથી સુરક્ષિત રોકાણનો વિકલ્પ માનીને પૈસા લગાવ્યા હતા. જેના પગલે ઓગસ્ટ મહિનામાં સોના-ચાંદીની કિંમતો ઓલટાઈમ હાઈસપાટીએ પહોંચી છે. આજે શનિવારે અમદાવાદ બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં બે તરફી વલણ જોવા મળ્યું હતં. એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો સુધરો નોંધાયો હતો. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો થયો હતો. આગામી 48 કલાકમાં સોનાની કિંમતોને લઈને સમીકરણો બદલવાની શક્યતાઓ નજર આવતી હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

  અમદાવાદમાં સોના-ચાંદીનો ભાવ (Gold Silver price in Ahmedabad)


  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 3 october 2020) આજે શનિવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થતાં ચાંદી ચોરસાનો ભાવ 60,500 રૂપિયા અને ચાંદી રૂપુનો ભાવ 60,300 રૂપિાયના ભાવે રહી હતી. જોકે, ગાંધી જ્યંતિના દિવસે શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો સુધારો થતાં ચાંદી ચોરસાનો ભાવ 60,000 રૂપિયા અને ચાંદી રુંપુંનો ભાવ 59,800 રૂપિયાની સપાટીએ બંધ રહ્યો હતો.

  આ ઉપરાંત અમદાવાદમાં (Gold Price on 3 october 2020) આજે શનિવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,100 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,900 રૂપિયાના ભાવે રહ્યુંહતું. જોકે, શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો સુધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. હોલમાર્ક દાગીનાના ભાવમાં 390 રૂપિયાનો ઘટાડો થતાં 10 ગ્રામ હોલમાર્ક દાગીના 51,060ના ભારે રહ્યા હતા.

  આ પણ વાંચોઃ-કળિયુગી પુત્ર! ઘરની બહાર ખુરશીમાં બેઠી હતી માતા, જમીન વિવાદમાં સાવકા પુત્રએ મારી દીધી ગોળી

  આગામી 48 કલાકમાં સોનાની કિંમતોના સમીકરણો બદલવાના આસારા
  5 સપ્ટેમ્બર એટલે કે સોમવારેથી કારોબાર શરૂ થશે. એશિયા સહિત દુનિયાભરના શેરબજારોની સ્થિત જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે સોમવારે ભારતીય પૂંજી બજાર ઘટાડા સાથે ખુલશે. આવી સ્થિતિમાં લોકો શેર બજારની જગ્યાએ સોનામાં રોકાણ કરવાની આશા વર્તાઈ રહી છે. એવી ઉમ્મીદો વચ્ચે આગામી 48 કલાકમાં સોનાની કિંમતોના પગલે સમીકરણ બદલવાના આસાર નજર આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે સોનાના ભાવ ખૂબ જ ઝડપથી વધી શકે છે.

  આ પણ વાંચોઃ-OMG: મહિલાના અંતિમ દર્શન કરવા પહોંચ્યા વાંદરા, મૃતદેહ પાસે બેસી કલાકો સુધી કર્યો શોક

  આ પણ વાંચોઃ-વલસાડઃ ઘરમાં પરિણીત પ્રેમિકા અને પ્રેમી મનાવતા હતા રંગરલિયા, અચાનક પતિ આવી જતા યુવકે સાતમાં માળેથી છલાંગ લગાવી

  ટ્રમ્પના કોરોના સંક્રમિત થવાની જાણ થતાં શેર બજારો ઘટ્યા
  હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ (Melania Trump)નો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દુનિયાભરના શેરબજારોમાં જબરદસ્ત ઘટાડો થવાનો શરૂ થયો હતો. અમેરિકી શેર બજારના પ્રમુખ બેન્ચમાર્ક ઈન્ડેક્સ ડાઓ જોંસ ફ્યૂચરમાં 500 અંકથી વધારેનો ઘટાડો થયો હતો.

  આ સાથે જ 10 વર્ષના ટ્રેજરી બોન્ડ્સ ની યીલ્ડમાં ભારે ઘટાડો થયો હતો. સોમવારે એશિયાઈ બજારોમાં જાપાનના પ્રમુખ બેન્ચમાર્કે ઈન્ડેક્સ નિક્કેઈ 1 ટકાથી વધારે ટૂટ્યો હતો. ચીનના પ્રમુખ બેન્ચમાર્ક ઈન્ડેક્સ શંઘાઈ અને ઓસ્ટ્રેલિયાના ASX 200 પણ 2 ટકા તૂટ્યો હતો.
  Published by:ankit patel
  First published:October 03, 2020, 17:46 pm

  ટૉપ ન્યૂઝ