અમદાવાદઃ સોના-ચાંદીની કિંમતોમાં થયો ફેરફાર, જાણી લો આજના નવા ભાવ

News18 Gujarati
Updated: September 28, 2020, 6:35 PM IST
અમદાવાદઃ સોના-ચાંદીની કિંમતોમાં થયો ફેરફાર, જાણી લો આજના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

નિષ્ણાંતોનું માનવું છે કે ઓક્ટોબર મહિનામાં સોના-ચાંદીના ભાવમાં હજી ઘટાડો નોંધાઈ શકે છે.

  • Share this:
અમદાવાદઃ વૈશ્વિક અનિશ્વિચતા પગલે આજે આંતરરાષ્ટ્રીય બાજરોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. જેની અસર ભારતીય બુલિયન માર્કેટમાં પડી હતી. અમદાવાદ ઝવેરી બજારમાં એક કિલો ચાંદીના ભાવમાં (Silver price today) માત્ર 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold price today) પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં સોનાનો ભાવ સ્થિર રહ્યો હતો. નિષ્ણાંતોનું માનવું છે કે ઓક્ટોબર મહિનામાં સોના-ચાંદીના ભાવમાં હજી ઘટાડો નોંધાઈ શકે છે.

ઓક્ટોબર મહિનામાં સોનાની ખરીદી કરવી ફાયદાકારક
નિષ્ણાંતોનું માનવું છે કે નવેમ્બર મહિનામાં દિવાળી અને ધનતરેસના તહેવારોના પગલે સોના-ચાંદીની માંગમાં વધારો થવાની સાથે બંને કિંમતી ધાતુઓના ભાવમાં પણ વધારો જોવા મળશે. જે લોકો સોનાની ખરીદી કરવા ઈચ્છે તે થોડા દિવસ રોકાઈને ઓક્ટોબર મહિનાના અંતમાં દાગીનાની ખરીદી શકી શકે છે. જેમના માટે લાભદાયી રહેશે.

અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ (Gold-Silver Price in Ahmedabad)
અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે સોમવારે સપ્તાહના પહેલા દિવસે એક કિલો ચાંદીના ભાવમાં (Silver price today 26 September 2020) 100 રૂપિયાનો નજીવો ઘટાડો નોંધાતા ચાંદી ચોરસાનો ભાવ રૂ.58,200 રૂપિયા અને ચાંદી રૂપુંનો ભાવ 58,000 રૂપિયાની સપાટીએ રહ્યો હતો. જોકે, ગત શનિવારે સપ્તાહના છેલ્લા દિવસે એક કિલો ચાંદીના ભાવમાં 800 રૂપિયાનો સુધારો થતાં ચાંદી ચોરસા 58,300 રૂપિયા અને ચાંદી રુંપુનો ભાવ 58,100 રૂપિયાની સપાટીએ પહોંચી હતી.

આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ વાવ-થરાદ હાઈવે પર બાઈક સવાર દંપતીનો અકસ્માત, પતિ સામે ટ્રેલર નીચે કચડાતા ગર્ભવતી પત્નીનું મોતઆ ઉપરાંત અમદાવાદમાં આજે સોમવારે 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold price today 26 September 2020)કોઈ ફેરફાર ન થતાં સ્ટાન્ડર્ડ (99.9) 51,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,100 રૂપિયાના ભાવે રહ્યા હતા. છેલ્લે ગત શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થતાં સ્ટાન્ડર્ડ (99.9) 51,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,100 રૂપિયાના ભાવે રહ્યા હતા. 10 ગ્રામ હોલમાર્ક દાગીનાનો ભાવ પણ 50,275 રૂપિયાના સ્તરે સ્થિર રહ્યો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ રસ્તામાં ગાડીનું બોનેટ ચેક કરવા જવું કાપડના વેપારીને રૂ.5.84 લાખમાં પડ્યું, બાઈક સવાર રોકડા ભરેલી બેગ લઈ ફરાર

આ પણ વાંચોઃ-પતિ અને બાળકોને નશીલો પદાર્થ ખવડાવી રોજ રાત્રે ડોક્ટર પ્રેમી સાથે કરતી હતી રંગરલીયા, ભાંડો ફૂટતા થઈ જોવાજેવી

સપ્તાહમાં ચાંદીમાં 5700 રૂપિયાનો બોલાયો કડાકો
અમદાવાદ બુલિયમ માર્કેટમાં ગત સપ્તાહ દરમિયાન એક કિલો ચાંદીના ભાવમાં 5700 રૂપિયાનો કડાકો બોલાયો હતો. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં 200 રૂપિયાનો સુધારો થયો હતો.

દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ (Gold-Silver Price in Delhi)
દિલ્હી સરાફા બજારમાં આજે સોમવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં 107 રૂપિયાનો ઘટાડો થતાં 10 ગ્રામ સોનું 49,739 રૂપિયાના ભાવ બંધ રહ્યું હતું. જ્યારે ચાંદીના ભાવમાં 205 રૂપિયાનો ઘચાડો થતાં એક કિલો ચાંદીનો ભાવ 57,272 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો.
Published by: ankit patel
First published: September 28, 2020, 5:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading