અમદાવાદ: ખુશખબર! આજે ફરી સસ્તા થયા Gold-Silver, અત્યાર સુધીમાં 8000નો ઘટાડો, જાણીલો આજના નવા ભાવ

અમદાવાદ: ખુશખબર! આજે ફરી સસ્તા થયા Gold-Silver, અત્યાર સુધીમાં 8000નો ઘટાડો, જાણીલો આજના નવા ભાવ
7 ઓગસ્ટે સોનાનો ભાવ રૂ .56,200ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. લગભગ ચાર મહિનાના ઝડપી ઉછાળા પછી, તેની કિંમત નીચે આવી છે

7 ઓગસ્ટે સોનાનો ભાવ રૂ .56,200ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. લગભગ ચાર મહિનાના ઝડપી ઉછાળા પછી, તેની કિંમત નીચે આવી છે

 • Share this:
  નવી દિલ્હી: કોરોના રસીને લઈ આવી રહેલા સતત સમાચારને પગલે સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે 10 ગ્રામ સોનાનો ભાવ (Gold Price) 48,185 પર આવી ગયો છે. તો એક કિલો ચાંદીનો ભાવ (Silver Price) ઘટીને 60 હજાર રૂપિયા થઈ ગયો છે. વેપારીઓનું કહેવું છે કે, સોનાના ભાવ ઓગસ્ટ મહિનામાં રેકોર્ડ હાઈ ભાવથી ખુબ નીચે આવી ગયા છે. ગુરુવારે, એમસીએક્સ પર સોનું પ્રતિ દસ ગ્રામ 48,600 રૂપિયા પર આવ્યું હતું. 7 ઓગસ્ટે સોનાનો ભાવ રૂ .56,200ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. લગભગ ચાર મહિનાના ઝડપી ઉછાળા પછી, તેની કિંમત નીચે આવી છે. આને કારણે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં સોનાની માંગમાં વધારો થયો છે.

  લગ્ન માટે પણ સોનાની ખરીદી કરવામાં આવી રહી છે. સોનાની કિંમત ઘટતા ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જો સોનાના ભાવમાં હજુ વધુ ઘટાડો થાય છે, તો ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્લેટફોર્મ પર સોનાનું વેચાણ વધવાની શક્યતા છે. ઈન્ડિયા બુલિયન માર્કેટ અને જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ ગોલ્ડની માંગ વધી રહી છે. કિંમતોમાં ઘટાડો થતાં ગ્રાહકોનો ખરીદીમાં રસ વધ્યો છે. અર્થવ્યવસ્થા પણ ખુલી રહી છે, જેમાં લોકો સોનાને લાંબા ગાળાના એસેટ ક્લાસ તરીકે જુએ છે.  અમદાવાદ ચાંદીનો ભાવ (Silver Price, 27 November 2020) - અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 27th November 2020) આજે શુક્રવારે એક કિલો ચાંદી ચોરસાનો ભાવમાં રૂપિયા 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આજે એક કિલો ચાંદી ચોરસાનો ભાવ 61,300 અને ચાંદી રૂપું 61100 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે. ગઈકાલે ગુરૂવારે 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 61,500 હતો, જ્યારે ચાંદી રૂપુનો ભાવ 61,300 હતો.

  અમદાવાદ સોનાનો ભાવ (Gold Price, 27 November 2020) - આ ઉપરાંત આજે શુક્રવારે અમદાવાદમાં Goldના ભાવમાં પણ રૂપિયા 200નો ઘટાડો નોંધાયો છે. 10 ગ્રામ સોનું સ્ટાન્ડર્ડ (99.9) 50,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,600 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે. ગઈ કાલે ગુરૂવારે 10 ગ્રામ સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,800 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું.

  દિલ્હીમાં સોનાના નવા ભાવ (Gold Price, 27 November 2020) - આજે પાટનગર દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 43 ઘટીને રૂ. 48,142 પર પહોંચી ગયો છે. આ પહેલા ગુરુવારે એક દિવસના કારોબાર બાદ તે 48,185 ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 1810 ડોલર પ્રતિ ઔંશ પર પહોંચી ગયો છે.

  દિલ્હીમાં નવી સિલ્વર કિંમતો (Silver Price, 27 November 2020) - એચડીએફસી સિક્યુરિટીઝ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદી રૂ .36 સસ્તી થઈ ગઈ. તેના ભાવ પ્રતિ કિલો રૂ. 59,250 પર આવી ગયા છે. અગાઉ ગુરૂવારે કારોબારી સત્રમાં ચાંદી રૂ .59,286 પર બંધ હતો.
  Published by:kiran mehta
  First published:November 27, 2020, 17:59 pm

  टॉप स्टोरीज