અમદાવાદમાં ચાંદીના ભાવમાં થયો મોટો સુધારો, ફટાફટ જાણી લો આજના સોના-ચાંદીના નવા ભાવ

News18 Gujarati
Updated: September 26, 2020, 6:05 PM IST
અમદાવાદમાં ચાંદીના ભાવમાં થયો મોટો સુધારો, ફટાફટ જાણી લો આજના સોના-ચાંદીના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

હાલમાં સોનાના ભાવ પર સૌથી વધુ અમેરિકાની કરન્સી ડૉલરની અસર જોવા મળી રહી છે. આ સપ્તાહ અમેરિકન કરન્સી ડૉલરમાં મજૂબતી જોવા મળી છે.

  • Share this:
અમદાવાદઃ ઔદ્યોગિક માંગમાં વધારો થતાં આજે શનિવારે ચાંદીના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. સતત બે દિવસથી ચાંદીના ભાવમાં સુધારો નોંધાતા બે દિવસમાં ચાંદીના ભાવમાં (Silver Price today) 1300 રૂપિયાનો ભાવ વધારો થયો હતો. આ સાથે 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price today) આજે પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં સોનું 51,300 રૂપિયાના સ્તરે સ્થિર રહ્યું હતું.

અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ (Gold-Silver Price in Ahmedabad)
અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે શનિવારે સપ્તાહના છેલ્લા દિવસે એક કિલો ચાંદીના ભાવમાં (Silver price today 26 September 2020) 800 રૂપિયાનો સુધારો થતાં ચાંદી ચોરસા 58,300 રૂપિયા અને ચાંદી રુંપુનો ભાવ 58,100 રૂપિયાની સપાટીએ પહોંચી હતી. શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થતાં ચાંદી ચોરસા 57,500 રૂપિયા અને ચાંદી રુપું 57,300 રૂપિયાના ભાવે રહી હતી.

આ ઉપરાંત અમદાવાદમાં આજે શનિવારે 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold price today 26 September 2020)કોઈ ફેરફાર ન થતાં સ્ટાન્ડર્ડ (99.9) 51,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,100 રૂપિયાના ભાવે રહ્યા હતા. જોકે, શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થતાં સ્ટાન્ડર્ડ (99.9) 51,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,100 રૂપિયાના ભાવે રહ્યા હતા. 10 ગ્રામ હોલમાર્ક દાગીનાનો ભાવ પણ 50,275 રૂપિયાના સ્તરે સ્થિર રહ્યો હતો.

આ પણ વાંચોઃ-પતિ અને બાળકોને નશીલો પદાર્થ ખવડાવી રોજ રાત્રે ડોક્ટર પ્રેમી સાથે કરતી હતી રંગરલીયા, ભાંડો ફૂટતા થઈ જોવાજેવી

દિલ્હીમાં સપ્તાહમાં સોનામાં રૂ.2000 રૂપિયા અને ચાંદીમાં રૂ.9000નો કડાકોદિલ્હી ઝવેરી બજારમાં અઠવાડિયાની દ્રષ્ટીએ જોવામાં આવે તો સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 2,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 9,000 રૂપિયા ઘટ્યો છે. બ્રોકરેજ હાઉસિસનું કહેવું છે કે સોનાનો ભાવ 49,250 રૂપિયાની નીચે આવી જવાનો મતલબ છે કે હવે તે 48,900થી 48,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરશે.

આ પણ વાંચોઃ-બૂટલેગરની દારૂ સંતાડવાની નવી રીત જોઈને પોલીસ પણ ખંજવાળવા લાગી માથું, મળ્યો 4500 બોટલ દારુ

વૈશ્વિક બજારમાં ચાંદી 15 ટકા સસ્તી થઈ

વૈશ્વિક બજારમાં માર્ચ બાદ સોના-ચાંદીમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. અહીં ગત એક અઠવાડિયામાં સોનામાં 4.6 ટકા ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીમાં 15 ટકા ઘટાડો થયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ડૉલરમાં મજબૂતી અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને લઈને અનિશ્ચિતતાની સ્થિતિને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ-વારાણસીઃ સાઉથ USમાં એમેઝોન નદીમાં મળતી માછલી ગંગામાંથી મળી, વૈજ્ઞાનિકોને સતાવી રહ્યો છે આવો ડર

વધી રહેલી મોંઘવારી બની સમસ્યા

સોનામાં રોકાણ કરવાનું એક કારણ એ પણ હોય છે કે વધતી મોંઘવારીથી લડવામાં મદદ મળે છે. પરંતુ સુસ્ત રિકવરીના પગલે મોંઘવારી હજુ પણ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ડૉલર છેલ્લા બે મહિનાની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયો છે, જેની અસર સોનાના ભાવ પર પડી રહી છે.

અમુક નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે સોનાના ભાવમાં ઘટાડો થોડા સમય સુધી જ રહશે. હકીકતમાં, અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીને લઈને અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. જ્યારે બીજી તરફ ઇકોનોમિક આઉટલલુક સારા સંકેત નથી આપી રહ્યું, તેમજ સરહદ પર તણાવને કારણે પણ સોનાની માંગ પર અસર પહોંચી રહી છે.

અમેરિકામાં પ્રોત્સાહક પેકેજથી ડૉલર મજબૂત થશે

એવી શક્યતા છે કે અમેરિકા આગામી દિવસોમાં વધુ એક પ્રોત્સાહક પેકેજની જાહેરાત કરશે. જેનાથી ડૉલર વધુ મજબૂત થશે. અમેરિકન સરકાર 2.4 ટ્રિલિયન ડૉલરના પ્રોત્સાહક પેકેજ પર કામ કરી રહી છે. આગામી અઠવાડિયે તેની જાહેરાત થઈ શકે છે.
Published by: ankit patel
First published: September 26, 2020, 5:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading