અમદાવાદ: સળંગ ત્રણ દિવસ ભાવમાં ઘટાડા બાદ આજે સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. શુક્રવારે દિલ્હી શર્રાફા બજારમાં પીળી ધાતુના ભાવમાં વધારો નોંધાયો છે. સ્થાનિક બજારમાં તેજીને વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુના ભાવનો સપોર્ટ મળ્યો છે. કોરોના વાયરસ મહામારીને લઈ અનિશ્ચિતતા ચાલુ જ છે. યુરોપિયન દેશોમાં એકવાર ફરી લોકડાઉન શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીની કિંમતોમાં ઉછાળો આવ્યો છે.
અમદાવાદ ચાંદીનો ભાવ - અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 16th october 2020) આજે શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો વધારો થતાં એક કિલો ચાંદી ચોરસા 61,500 અને ચાંદી રૂપું 61,300 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. ગુરૂવારે 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 60,500એ બંધ રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદી (રૂપુ) ચોરસો 60,300ના ભાવે બંધ રહ્યું હતું.
અમદાવાદ સોનાનો ભાવ - આ ઉપરાંત આજે શુક્રવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price on 16th october 2020) 300 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે. તમને જણાવી દઈએ કે, ગુરૂવારે અમદાવાદમાં સોનું સ્ટાન્ડર્ડ (99.9)ના ભાવ 52,200 રૂપિયા અને સોનું તેજાબી (99.5)ના ભાવ 52,000 પર બંધ રહ્યા હતા.
દિલ્હી સોનાની નવી કિંમત - શુક્રવારે દિલ્હી શર્રાફા બજારમાં સોનાના ભાવ 324 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઉછળ્યા. ત્યરબાદ રાજધાની દિલ્હીમાં હવે સોનાના ભાવ વધીને 51,704 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા છે. આ પહેલા કારોબારી દિવસે આ 51,380 રૂપિયા પર બંધ રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં પીળી ધાતુનો ભાવ 1,910 ડોલર પ્રતિ આઉંસ પર છે.
દિલ્હીમાં ચાંદીની નવી કિંમત - આજ પ્રકારે ચાંદીની કિંમતોમાં પણ આજે તેજી જોવા મળી છે. દિલ્હી શર્રાફા બજારમાં આજે પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં 1598 રૂપિયા તેજી આવી છે. ત્યારબાદ હવે અહીં ચાંદીના નવા ભાવ 62,972 રૂપિયા પહોંચી ગયા છે. ગુરૂવારે આ 61,374 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા હતા.
કેમ વધ્યા ભાવ
એચડીએફસી સિક્યોરિટીના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટિઝ) તપન પટેલે શુક્રવારે દિલ્હી શર્રાફા બજારમાં બંને કિમતી ધાતુઓ વિશે જાણકારી આપતા જણાવ્યું કે, કોરોના વાયરસ સંક્રમણના વધતા મામલાથી અનિશ્ચિતતા વધી ગઈ છે. કેટલાક યૂરોપીયન દેશોમાં લોકડાઉનનો નવો દોર શરૂ થઈ ગયો છે. તેના કારણે સોનાની કિંમતને સપોર્ટ મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીની કિંમતોમાં તેજી આવી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર