અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, ફટાફટ જાણી લો આજના નવા ભાવ

અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, ફટાફટ જાણી લો આજના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

ડોલર ઈન્ડેક્સ ઘટવાના કારણે સોના-ચાંદીને સપોર્ટ મળી શકે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો સોના-ચાંદીના ભાવમાં ભારે તેજી પરત આવી શકે છે.

  • Share this:
    અમદાવાદઃ ભારતીય રૂપિયામાં આવેલી મજબૂતીના કારણે સ્થાનિક બજારોમાં સોનાના ભાવમાં (Gold Silver Rate Live) સતત નરમાઈ રહી હતી. જોકે, બે દિવસથી ચાંદીના ભાવમાં સુધારો દેખાયો છે.અમદાવાદ ઝવેરી બજારમાં કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે આજે શનિવારે એક કિલો ચાંદીના ભાવમાં (Silver price today) 1500 રૂપિયાનો વધારો નોંધાયો હતો. જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ (Gold price today)પાછલા બંધ સ્તરે સ્થિર રહ્યો હતો.

    અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ (Ahmedabad Gold-Silver price)


    અમદાવાદ ઝવેરી બજારમાં આજે શનિવારે સપ્તાહના છેલ્લા દિવસે (Silver Price on 05 September 2020) એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનો વધારો થતાં ચાંદી ચોરસા 65,000 રૂપિયા અને ચાંદી રુપું 64,800 રૂપિયા રહી હતી. શુક્રવારે ચાંદી ચોરસા 63,500 રૂપિયા અને ચાંદી રુપું 63,300 રૂપિાયના સ્તરે બંધ રહી હતી.

    આ ઉપરાંત આજે શનિવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price on 05 September 2020) કોઈ ફેરફાર ન થતાં સોનું સ્ટાન્ડર્ડ 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. શુક્રવારે સોનું સ્ટાન્ડર્ડ અને સોનું તેજાબી અનુક્રમે 52,500 રૂપિયા અને 52,300 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું. આ ઉપરાંત હોલમાર્ક દાગીનામાં પણ પ્રતિ 10 ગ્રામના ભાવમાં કોઈ ફેરફાર ન થતાં દાગીના 51,450 રૂપિયાના ભાવે રહ્યા હતા.

    આ પણ વાંચોઃ-દુઃખદ ઘટના! Online ક્લાસમાં મહિલા પ્રોફેસરની તબીયત લથડી, વિદ્યાર્થીઓ સામે જ coronaથી થયું મોત

    આ પણ વાંચોઃ-સુરતઃ મહિલા આત્મહત્યા કરવા સરદાર બ્રિજ ઉપર પહોંચી, નદીમાં ઝંપલાવે તે પહેલા લોકોએ બચાવી લીધી

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ ઘરમાંથી ગાયબ હતા લાખ્ખો રૂપિયાના દાગીના, પતિએ પત્ની વિરુદ્ધ જ નોંધાવી ફરિયાદ

    આગળ શું થશે?
    પૃથ્વી ફિનમાર્ટ પ્રાઈવેટ લિમિટેડ (Prithvi Finmart Pvt Ltd)ના ડાયરેક્ટર (કોમોડિટી એન્ડ કરન્સી) મનોજ કુમાર જૈનના કહેવા પ્રમાણે અમેરિકી શેર બજારમાં ભારે વેચવાલીના કારણે ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો આવી શકે છે.

    જો આવું થશે તો ડોલર ઈન્ડેક્સ ઘટવાના કારણે સોના-ચાંદીને સપોર્ટ મળી શકે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો સોના-ચાંદીના ભાવમાં ભારે તેજી પરત આવી શકે છે.
    Published by:ankit patel
    First published:September 05, 2020, 18:17 pm

    ટૉપ ન્યૂઝ