અમદાવાદઃ બે દિવસના કડાકા બાદ ચાંદીમાં આવ્યો સુધારો, જાણો સોના-ચાંદીના આજના નવા ભાવ

અમદાવાદઃ બે દિવસના કડાકા બાદ ચાંદીમાં આવ્યો સુધારો, જાણો સોના-ચાંદીના આજના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

ડોલર ઈન્ડેક્સ ઘટવાના કારણે સોના-ચાંદીને સપોર્ટ મળી શકે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો સોના-ચાંદીના ભાવમાં ભારે તેજી પરત આવી શકે છે.

 • Share this:
  અમદાવાદઃ ભારતીય રૂપિયામાં આવેલી મજબૂતીના કારણે સ્થાનિક બજારોમાં સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો (Gold Silver Rate Live) નોંધાયો હતો. દિલ્હી બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ (Gold price today) ઘટીને 52,000 રૂપિયાની નીચે આવી ગયો હતો. જોકે, એક કિલો ચાંદીના ભાવમાં (Silver price today) 700 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં આજે શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો નોંધાયો હતો. જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ પાછલા બંધ સ્તરે સ્થિર રહ્યો હતો.

  નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ડોલર ઈન્ડેક્સ મજબૂતી અને અમેરિકામાં અનુમાનથી સારા આવેલા રોજગારી ભથ્થાની માંગના આંકડાના કારણે ગુરુવારે વિદેશી બજારોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. જોકે, શેરબજારમાં ઘટાડો ન દેખાતા સોના અને ચાંદીની કિંમતોમાં ભારે વેચવાલીની આશંકા હતા.  અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ (Ahmedabad Gold-Silver price)
  અમદાવાદ ઝવેરી બજારમાં આજે શુક્રવારે (Silver Price on 04 September 2020) એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થતાં ચાંદી ચોરસા 63,500 રૂપિયા અને ચાંદી રુપું 62,800 રૂપિયા રહી હતી. ગુરુવારે ચાંદી ચોરસા 63,000 રૂપિયા અને ચાંદી રુપું 62,800 રૂપિાયના સ્તરે બંધ રહી હતી.

  આ ઉપરાંત આજે શુક્રવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price on 04 September 2020) કોઈ ફેરફાર ન થતાં સોનું સ્ટાન્ડર્ડ 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. ગુરુવારે સોનું સ્ટાન્ડર્ડ અને સોનું તેજાબી અનુક્રમે 52,500 રૂપિયા અને 52,300 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું. આ ઉપરાંત હોલમાર્ક દાગીનામાં પણ પ્રતિ 10 ગ્રામના ભાવમાં કોઈ ફેરફાર ન થતાં દાગીના 51,450 રૂપિયાના ભાવે રહ્યા હતા.

  દિલ્હી બજારમાં સોના-ચાંદીના ભાવ (Delhi Gold-Silver price)
  દિલ્હી સરાફા બજારમાં શુક્રવારે 99.9 સોનાના ભાવ 51,826 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટીને 51,770 રૂપિયાના સ્તરે બંધ રહ્યા હતા. આ દરમિયાન 10 ગ્રામ સોનામાં 56 રૂપિયાનો ઘટાડોનોંધાયો હતો. સતત બે દિવસથી સોનાના ભાવમાં 1500 રૂપિાય પ્રતિ 10 ગ્રામ ઘટાડો થયો છે.

  આ પણ  વાંચોઃ-અમદાવાદઃ ઘરમાંથી ગાયબ હતા લાખ્ખો રૂપિયાના દાગીના, પતિએ પત્ની વિરુદ્ધ જ નોંધાવી ફરિયાદ

  આ પણ વાંચોઃ-અમદાવાદનો શરમજનક કિસ્સોઃ નિવૃત્ત પોલીસે ચાલુ એક્ટીવા ઉપર પુત્રવધૂ સાથે કર્યા અડપલાં, રસોડામાં પણ કરી હતી નીચ હરકત

  આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! લાંચના પૈસા પરત માંગ્યા તો પ્રધાને યુવકને બાંધીને માર્યો, દૂધપીતી બાળકી સાથે આજીજી કરતી રહી પત્ની

  આ ઉપરાંત દિલ્હીમાં સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે એક કિલો ચાંદીનો ભાવ 69,109 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઘટીને 68,371 રૂપિયા થયો હતો. આમ એક કિલો ચાંદીમાં 700 રૂપિયાનો ઘટાડો રહ્યો હતો.

  આગળ શું થશે?
  પૃથ્વી ફિનમાર્ટ પ્રાઈવેટ લિમિટેડ (Prithvi Finmart Pvt Ltd)ના ડાયરેક્ટર (કોમોડિટી એન્ડ કરન્સી) મનોજ કુમાર જૈનના કહેવા પ્રમાણે અમેરિકી શેર બજારમાં ભારે વેચવાલીના કારણે ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો આવી શકે છે. જો આવું થશે તો ડોલર ઈન્ડેક્સ ઘટવાના કારણે સોના-ચાંદીને સપોર્ટ મળી શકે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો સોના-ચાંદીના ભાવમાં ભારે તેજી પરત આવી શકે છે.
  Published by:ankit patel
  First published:September 04, 2020, 17:58 pm