અમદાવાદઃ સતત બીજા દિવસે ચાંદીના ભાવમાં રૂ.2000નો કડાકો, ફટાફટ જાણી લો સોના-ચાંદીના નવા ભાવ

અમદાવાદઃ સતત બીજા દિવસે ચાંદીના ભાવમાં રૂ.2000નો કડાકો, ફટાફટ જાણી લો સોના-ચાંદીના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

આગામી કેટલાક દિવસો સુધી સોનાના ભાવમાં દબાણ બની રહેશે. કારણ કે આર્થિક આંકડાઓ સારા થઈ રહ્યા છે. એટલા માટે શેર બજારમાં તેજીનું વલણ છે.

  • Share this:
    અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સોના-ચાંદીના ભાવમાં થયેલા ઘટાડો અને ભારતીય રૂપિયાની મજબૂતીની (Indian Rupee Strong) અસર ભારતીય ઝવેરી બજારમાં (Latest Gold Price ) જોવા મળી હતી. આજે બુધવારે સોના-ચાંદીના ભાવ (Gold-Silver Price today) ઘટાડા તરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે ગુરુવારે ચાંદીના ભાવમાં (Silver price today) 2000 રૂપિયાનો કડાકો જ્યારે સોનાના ભાવમાં (Gold price today) કોઈ ફેરફાર ન થતાં પાછલા બંધભાવે સ્થિર રહ્યો હતો.

    અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ (Ahmedabad Gold-Silver price)


    અમદાવાદ ઝવેરી બજારમાં આજે ગુરુવારે (Silver Price on 03 September 2020) એક કિલો ચાંદીના ભાવમાં 2000 રૂપિયાનો કડાકો બોલાતા ચાંદી ચોરસા 63,000 રૂપિયા અને ચાંદી રુપું 62,800 રૂપિયા રહી હતી. મંગળવારે ચાંદી ચોરસા 65,000 રૂપિયા અને ચાંદી રુપું 64,800 રૂપિાયના સ્તરે બંધ રહી હતી.

    આ ઉપરાંત આજે ગુરુવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price on 03 September 2020) કોઈ ફેરફાર ન થતાં સોનું સ્ટાન્ડર્ડ 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. બુધવારે સોનું સ્ટાન્ડર્ડ અને સોનું તેજાબી અનુક્રમે 52,500 રૂપિયા અને 52,300 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું. આ ઉપરાંત હોલમાર્ક દાગીનામાં પણ પ્રતિ 10 ગ્રામના ભાવમાં કોઈ ફેરફાર ન થતાં દાગીના 51,450 રૂપિયાના ભાવે રહ્યા હતા.

    આ પણ વાંચોઃ-મેં તેરેકો છૂટાછેડા નહી દુંગા, ...તો જાન સે માર ડાલુંગા' સુરતમાં પતિએ પત્ની ઉપર એસિડ ફેંક્યું

    આ પણ વાંચોઃ-વેપારીઓ આવા ઠગથી સાવધાન! સુરતના કતારગામમાં હીરાના વેપારીને રૂ.8 લાખમાં 'નવડાવ્યો'

    આ પણ વાંચોઃ-corona દર્દીઓનો જીવ બચાવવા માટે આ છે બે 'રામબાણ' ઉપાય: WHOએ કરી પુષ્ટી

    નિષ્ણાંતોનું માનવું છે કે ગ્લોબલ કરન્સીમાં થયેલી ઉથલપાથલના કરાણે સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે. જોકે, મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના તાજા આંકડાઓને જોઈને એવું લાગી રહ્યું છે કે દુનિયાભરમાં મેન્યુફેક્ચરિંગ ગતિવિધો (Global Manufacturing Activities) વધી રહી છે. આવી સ્થિતિમાં સોનાની કિંમતોમાં એકવાર ફરીથી ઘટાડો આવી શકે છે.

    આગળ શું થશે?
    નિષ્ણાંતોનું માનવું છે કે આગામી કેટલાક દિવસો સુધી સોનાના ભાવમાં દબાણ બની શકશે. કારણ કે આર્થિક આંકડાઓ સારા થઈ રહ્યા છે. એટલા માટે શેર બજારમાં તેજીનું વલણ છે. કોમેક્સ ઉપર સોનાના ભાવ 1970 ડોલર પ્રતિ ઔંસ નજીક આવી ગયું છે. ડોલરના ભાવમાં રિકવરીથી કિંમતો ઉપર દબાણ છે. અમેરિકાના સારા મેન્યુફેક્ચરિંગ આંકડાઓથી સોના ઉપર દબાણ બન્યું છે. અમેરિકાના મેન્યુફેક્ચરિંગ 2 વર્ષના ઉપરના સ્તર ઉપર છે.
    Published by:ankit patel
    First published:September 03, 2020, 18:00 pm