અમદાવાદઃ ચાંદીના ભાવમાં રૂ.2000નો તોતિંગ કડાકો, જાણો સોના-ચાંદીના આજના નવા ભાવ

અમદાવાદઃ ચાંદીના ભાવમાં રૂ.2000નો તોતિંગ કડાકો, જાણો સોના-ચાંદીના આજના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

આગામી કેટલાક દિવસો સુધી સોનાના ભાવમાં દબાણ બની શકશે. કારણ કે આર્થિક આંકડાઓ સારા થઈ રહ્યા છે. એટલા માટે શેર બજારમાં તેજીનું વલણ છે.

 • Share this:
  અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સોના-ચાંદીના ભાવમાં થયેલા ઘટાડો અને ભારતીય રૂપિયાની મજબૂતીની (Indian Rupee Strong) અસર ભારતીય ઝવેરી બજારમાં (Latest Gold Price ) જોવા મળી હતી. આજે બુધવારે સોના-ચાંદીના ભાવ (Gold-Silver Price today) ઘટાડા તરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, અમદાવાદ બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં (Silver price today) 2000 રૂપિયાનો કડાકો જ્યારે સોનાના ભાવમાં (Gold price today) 700 રૂપિયાનો સુધારો નોંધાયો હતો. જ્યારે દિલ્હી માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 614 રૂપિયા અને એક કિલો ચાંદીના ભાવમાં 1,799 રૂપિયાનો કડાકો બોલાયો હતો.

  નિષ્ણાંતોનું માનવું છે કે ગ્લોબલ કરન્સીમાં થયેલી ઉથલપાથલના કરાણે સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે. જોકે, મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના તાજા આંકડાઓને જોઈને એવું લાગી રહ્યું છે કે દુનિયાભરમાં મેન્યુફેક્ચરિંગ ગતિવિધો (Global Manufacturing Activities) વધી રહી છે. આવી સ્થિતિમાં સોનાની કિંમતોમાં એકવાર ફરીથી ઘટાડો આવી શકે છે.  અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ (Ahmedabad Gold-Silver price)
  અમદાવાદ ઝવેરી બજારમાં આજે બુધવારે (Silver Price on 02 September 2020) એક કિલો ચાંદીના ભાવમાં 2000 રૂપિયાનો કડાકો બોલાતા ચાંદી ચોરસા 65,000 રૂપિયા અને ચાંદી રુપું 64,800 રૂપિયા રહી હતી. મંગળવારે ચાંદી ચોરસા 67,000 રૂપિયા અને ચાંદી રુપું 66,800 રૂપિાયના સ્તરે બંધ રહી હતી.

  આ ઉપરાંત અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price on 02 September 2020) 700 રૂપિયાનો વધારો થથાં સોનું સ્ટાન્ડર્ડ 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. મંગળવારે સોનું સ્ટાન્ડર્ડ અને સોનું તેજાબી અનુક્રમે 51,800 રૂપિયા અને 51,600 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું. આ ઉપરાંત હોલમાર્ક દાગીનામાં પણ પ્રતિ 10 ગ્રામે 685 રૂપિાયનો વધારો થતાં દાગીના 51,450 રૂપિયાના ભાવે રહ્યા હતા.

  દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ (Delhi Gold-Silver price)
  HDFC સિક્યોરિટી પ્રમાણે દિલ્હી સરાફા બજારમાં બુધવારે 24 કેરેટ સોનાના ભાવમાં 52,928 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 52,314 રૂપિયા થયો હતો. આ દરમિયાન 614 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 73,001 રૂપિયાથી ઘટીને 71,202 રૂપિયા થયો હતો. આ દરમિયાન 1,799 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

  આ પણ વાંચોઃ-Video: મોઢું ખુલ્લું રાખીને ઊંઘતા લોકો ચેતજો! ઊંઘતી મહિલાના મોંઢામાં ઘૂસી ગયો એક મિટર લાંબો સાંપ

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચાંદીના ભાવમાં રૂ.2000નો તોતિંગ કડાકો, જાણો સોના-ચાંદીના આજના નવા ભાવ

  આ પણ વાંચોઃ-સોલાની શરમજનક ઘટના! આડા સંબંધના આરોપમાં મહિલાને નગ્ન કરી જાહેરમાં નવડાવી, લોકો જોતા રહ્યા તમાસો

  મુંબઈમાં સોના-ચાંદીના ભાવ (Mumbai Gold-Silver price)
  મુંબઈ બુલિયન માર્કેટમાં 99.9 સોનામાં 10 ગ્રામના ભાવ 51,500 રૂપિયાથી ઘટીને 51,024 રૂપિયા થયો હતો. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં ઘટાડો થતાં 66,356 રૂપિયા થયો હતો.

  આગળ શું થશે?
  નિષ્ણાંતોનું માનવું છે કે આગામી કેટલાક દિવસો સુધી સોનાના ભાવમાં દબાણ બની શકશે. કારણ કે આર્થિક આંકડાઓ સારા થઈ રહ્યા છે. એટલા માટે શેર બજારમાં તેજીનું વલણ છે. કોમેક્સ ઉપર સોનાના ભાવ 1970 ડોલર પ્રતિ ઔંસ નજીક આવી ગયું છે. ડોલરના ભાવમાં રિકવરીથી કિંમતો ઉપર દબાણ છે. અમેરિકાના સારા મેન્યુફેક્ચરિંગ આંકડાઓથી સોના ઉપર દબાણ બન્યું છે. અમેરિકાના મેન્યુફેક્ચરિંગ 2 વર્ષના ઉપરના સ્તર ઉપર છે.
  Published by:ankit patel
  First published:September 02, 2020, 18:10 pm