અમદાવાદઃ સપ્ટેમ્બરના પહેલા દિવસે જ સોના-ચાંદીમાં થયો મોટો ફેરફાર, ફટાફટ જાણો Gold-Silver નવા ભાવ

અમદાવાદઃ સપ્ટેમ્બરના પહેલા દિવસે જ સોના-ચાંદીમાં થયો મોટો ફેરફાર, ફટાફટ જાણો Gold-Silver નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

આંતરરાષ્ટ્રીય બજારોમાં નબળા ડોલરના સમર્થનના કારણે સોનાની કિંમતો લગભગ બે સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચી હતી.

 • Share this:
  અમદાવાદઃ અમેરિકી ડોલર ઈન્ડેક્સમાં (Dollar Index) નરમાઈ અને 10 વર્ષના અમેરિકી બોન્ડની યીલ્ડમાં ઘટાડો થવાના કારણે વિદેશી બજારોમાં સોનાની કિંમતોમાં તેજી આવી છે. જેની અસર ઘરેલું બજારમાં જોવા મળી હતી. દિલ્હી સરાફા બજારમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 418 રૂપિયાનો (Gold Price on 01 September 2020) વધારો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં 2,246 રૂપિયા (Silver Price on 01 September 2020) પ્રતિ કિલોગ્રામની તેજી જોવા મળી હતી.

  જોકે, અમદાવાદ બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં બે તરફી વલણ દેખાયું હતું. અમદાવાદમાં એક કિલો ચાંદીના ભાવમાં 2000 રૂપિયાનો વધારો જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં 700 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.  નિષ્ણાંતોનું માનવું છે કે વિકસિત અર્થવ્યવસ્થાઓના આર્થિક આંકડા નબળા રહેવાના કારમે સોના-ચાંદીના ભાવમાં (Gold Silver Price Today) મજબૂતી આવી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં નબળા ડોલરના સમર્થનના કારણે સોનાની કિંમતો લગભગ બે સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચી હતી. ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે વિદેશી બજારમાં સોનું 1968.98 ડોલર પ્રતિ ઔંસ પહોંચ્યું છે.

  અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ
  અમદાવાદ ઝવેરી બજારમાં (Gold-Silver rate in Ahmedabad) એક કિલો ચાંદીની કિંમતોમાં 2000 રૂપિયાનો તોતિંગ ઉછાળો થતાં ચાંદી ચોરસા 67,000 રૂપિયા ચાંદી રૂપું 66,800 રૂપિયાના સ્તરે બંધ રહી હતી. સોમવારે ચાંદી ચોરસા 65,0000 રૂપિયા અને ચાંદી રુંપુ 64,800 રૂપિયાના સ્તરે રહી હતી.

  આ પણ વાંચોઃ-લો બોલો! લગ્ન તોડાવવા માટે હાયર કરવામાં આવે છે લોકો, ફી જાણીને તમે ચોંકી જશો

  આ પણ વાંચોઃ-ઓગસ્ટમાં રેકોર્ડ સ્તરથી સોનામાં રૂ.5500 અને ચાંદીમાં રૂ.8,000નો કડાકો, મહિનામાં કેવી રહી Gold-Silveની ચાલ?

  આ પણ વાંચોઃ-ખિસ્સામાં પડેલા એક રૂપિયાથી તમે ખરીદી શકો છો આટલી બધી વસ્તુઓ

  આ ઉપરાંત આજે મંગળવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 700 રૂપિયાનો ઘટાડો નોંધાતા સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,600 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. સોમવારે સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,600 રૂપિયાના સ્તરે રહ્યું હતું. આ ઉપરાંત હોલમાર્ક દાગીનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 685 રૂપિયાનો ઘટાડો થતાં હોલમાર્ક દાગીના 50,765 રૂપિયાના ભાવે રહ્યા હતા.

  દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ
  HDFC સિક્યોરિટી પ્રમાણે મંગળવારે દિલ્હી સરાફા બજારમાં (Gold-Silver rate in Delhi) સોનાના ભાવમાં 418 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી વધ્યા હતા. જેના પગલે સોનાના ભાવ 52,545 રૂપિયાથી વધીને 52,963 રૂપિયા થયો હતો. આ ઉપરાંત ચાંદીના એક કિલોના ભાવમાં 2246 રૂપિયાની તેજી આવતાં ચાંદી 72,793 રૂપિયા બંધ રહી હતી.
  Published by:ankit patel
  First published:September 01, 2020, 18:59 pm