Home /News /business /Gold silver prices: સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો યથાવત, રોકાણકારોએ શું કરવું જોઇએ?

Gold silver prices: સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો યથાવત, રોકાણકારોએ શું કરવું જોઇએ?

સોના ચાંદીની કિંમતો સતત ઘટી રહી છે, તમારે શું કરવું જોઈએ?

What Gold-Silver Investor should Do: સોના-ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેવામાં સોના-ચાંદીમાં રોકાણ કરનારા રોકાણકારોએ શું કરવું જોઈએ, હાલ નવું સોનું-ચાંદી ખરીદવું જોઈએ કે પોતાનું રોકાણ વેચી દેવું જોઈએ? સમજો આખું ગણિત.

મુંબઈઃ માર્કેટ રિસ્ક (Market Risk) વચ્ચે સોનાને હંમેશા સેફ ઇન્વેસ્ટમેન્ટ (Gold As a Safe Investment) માનવામાં આવે છે. પરંતુ આ વખતે સોનાની કિંમતોમાં થયેલા ઘટાડાએ રોકાણકારોને નિરાશ કરી દીધા છે. ગત એક-બે વર્ષમાં સોનુ સુરક્ષિત રોકાણ સાબિત થયું હતું. માર્ચ-ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત (Gold Price) 1471 પ્રતિ ડોલર ઓંસથી વધીને 2063 ડોલર પ્રતિ ઓંસ પર પહોંચી ગઇ છે. તો આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં સોનાની કિંમતો 1797 ડોલર પ્રતિ ઓંસથી 2050 ડોલર પ્રતિ ઓંસ પર પહોંચી ચૂકી હતી.

Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં આજે પણ ઘટાડો, જાણો તમારા શહેરના ભાવ

સોનામાં અફરાતફરી પાછળ રશિયા-યુક્રેન યુદ્ધ કારણભૂત હતું. યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા બાદ વિશ્વભરની કેંદ્રિય બેંકોએ ઇન્ફ્લેશન થોડા સમય માટે હાઇ રહેશે તે વાત સ્પષ્ટ કરી ત્યારે સોનાની કિંમતોમાં ઉછાળો આવવો જોઇતો હતો, પરંતુ ઉલટાનો તેમાં ઘટાડો નોંધાયો હતો.

મજબૂત ડોલર સોના માટે ગ્રહણ

આ માટે તમારે વૈવિધ્યસભર રોકાણ અપનાવવું જોઈએ


8 માર્ચે સોનાની કિંમત 2050 ડોલર પ્રતિ ઓંસ હતી. હવે તેની કિંમત 1744 ડોલર પ્રતિ ઓંસ છે. આ દરમિયાન તેની કિંમતમાં 14.3 ટકાનો ઘટાડો નોઁધાયો છે. જેનું કારણ અમેરિકામાં વધતો ઇન્ટરેસ્ટ રેટ છે. અમેરિકન કેન્દ્રિય બેંક ફેડરલ રીઝર્વે ફુગાવો કાબૂમાં લેવા વ્યાજ દરમાં વધારો કરવાની પોલિસી અપનાવી છે. વ્યાજ દર વધતા અમેરિકામાં પૈસા પરત આવવાનુ શરૂ થયું અને ડોલમાં મજબૂતી આવી છે.

મજબૂત ડોલર સોના માટે યોગ્ય નથી. કારણ કે સોનામાં રોકાણ કરવાથી કોઇ પ્રકારનું વ્યાજ મળતું નથી. તેના કારણે તેની કિંમતો ઘટી છે. જોકે આ દરમિયાન રૂપિયામાં 4 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સિવાય ભારત સરકારે સોના પર કસ્ટમ ડ્યૂટી વધારીને 12.5 ટકા કરી દીધી છે. જેથી સોનાની કિંમતો વધી છે.

સપ્ટેમ્બરમાં બેંક 13 દિવસ બંધ રહેશે, તમારા કામ સમય રહેતા પતાવી લેજો નહીંતર અટકી પડશો

સોના અને શેર બજાર વચ્ચે વિપરીત સંબંધ

સોનુ અને શેર બજાર એકબીજાના વિરોધાભાસી છે. અમુક અપવાદોમાં જ બંને એસેટની કિંમતોમાં એકસાથે ઘટાડો નોંધાયો છે, તો મોટાભાગે સોના અને શેરોમાં વિપરીત સંબંધ જોવા મળ્યો છે.

ઉદાહરણ તરીકે વર્ષ 2017માં નિફ્ટી 50 અને S&P 500 રૂપિયામાં ક્રમશઃ 29 ટકા અને 22 ટકા રીટર્ન આપ્યું છે. જેની સરખામણીએ સોનાનું રીટર્ન માત્ર 6 ટકા હતું. 2018માં S&P 500 લગભગ 4 ટકા ઘટ્યો હતો અને નિફ્ટી 3 ટકા વધ્યો હતો. પરંતુ સોનાએ 8 ટકા રીટર્ન નોંધાવ્યું હતું. આ વર્ષે પણ 31 જુલાઇ સુધી નિફ્ટી 50માં 9 ટકા અને S&P 500 8 ટકા નીચે ગયા છે. પરંતુ સોનુ 1 ટકા ઉપર આવ્યું છે.

રોકાણકારોએ શું કરવું?

સોનાની કિંમતો


રોકાણકારોએ તેમના ફાઇનાન્સિયલ ગોલ્સ પર ધ્યાન આપવું જોઇએ. જો ફુગાવો કાબૂમાં લેવા માટે વ્યાજ દર વધારવામાં આવે છે તો તેની અસર માંગ પર પડશે. તેનાથી કંપનીઓના નફા અને શેરોની કિંમતો ઘટશે.

Expert Views: બજારના ઘટાડાથી ડરવાની જરુર નથી, 3-4 સપ્તાહમાં કમાણી માટે આ સ્ટોક્સ પર દાવ લગાવો

આનંદ રાઠી વેલ્થના ડે. સીઇઓ ફીરોઝ અઝીઝ જણાવે છે કે, રોકાણકારોએ ઇન્ફ્લેશન રેટથી વધુ રીટર્ન મેળવવા માટે શેર, મ્યુચ્યુઅલ ફંડ્સ, સોવરેન ગોલ્ડ બોન્ડ્સ અને મીડિયમ ટર્મ સિક્યોરિટીઝમાં પૈસા રોકવા જોઇએ. સોવરેન ગોલ્ડમાં રોકાણ કરવાથી સોનાની કિંમતોમાં થતા વધારોનો ફાયદો મળવાની સાથે વાર્ષિક 2.5 ટકા ઇન્ટરેસ્ટ રેટ પણ મળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: Gold Investment, Gold price in Gujarat, Gold silver price

विज्ञापन
विज्ञापन