Gold Silver Price Today: સસ્તા ભાવે સોનું ખરીદવાની ઉત્તમ તક, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ

સોનું હાલ તેના ઉચ્ચતમ સ્તરથી 9100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નીચે ટ્રેડ થઈ રહ્યું છે, તેથી રોકાણ માટે તેમાં સુવર્ણ તક છે. (પ્રતીકાત્મક તસવીર)

Gold Silver Price Today: MCX પર સોનું 47 હજારના સ્તર પર ટ્રેડ થઈ રહ્યું છે, 9100 રૂપિયા સસ્તું મળી રહ્યું છે ગોલ્ડ

  • Share this:
    Gold Silver Price, 3 September 2021: મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર શુક્રવાર સવારે સોના અને ચાંદીના ભાવ સપાટ જોવા મળી રહ્યા છે. MCX પર સવારે 10:06 વાગ્યે ગોલ્ડ ફ્યૂચર (Gold Price Today) 0.11 ટકા એટલે કે 51 રૂપિયાના સામાન્ય ઉછાળા સાથે 47,042 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. આ ઉપરાંત ચાંદીમાં (Silver Price Today) પણ 0.01 ટકાનો ઉછાળો જોવા મળ્યો. સિલ્વર ફ્યૂચર 6 રૂપિયાના વધારા સાથે 63,291 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. સોનું હાલ તેના ઉચ્ચતમ સ્તરથી 9100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નીચે ટ્રેડ થઈ રહ્યું છે, તેથી રોકાણ માટે તેમાં સુવર્ણ તક છે.

    રેકોર્ડ હાઇ પર પહોંચી શકે છે ગોલ્ડ- કમોડિટી વિશેષજ્ઞ

    ભારતીય બજારોમાં હાલના સમયમાં ભલે સોનાની કિંમત ઓછી હોય, પરંતુ કમોડિટી વિશેષજ્ઞોનું માનવું છે કે આ વર્ષના અંત સુધીમાં મલ્ટી કમોડિટી એક્સચેન્જમાં સોનાની કિંમત 56,191 રૂપિયાના પોતાના ઉચ્ચતમ સ્તરને પાર કરી શકે છે. આ ઉપરાંત તેની કિંમત 58,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. મિન્ટના અહેવાલ મુજબ, દેશમાં આગામી તહેવારોની સીઝન દરમિયાન સોનાની ભૌતિક માંગમાં વૃદ્ધિ અને અમેરિકન ડૉલરની નબળી સ્થિતિને કારણે લાઇફ ટાઇમ હાઇ પર સોનું જોવા મળી શકે છે.

    ગુજરાતના શહેરોમાં ગોલ્ડ અને સિલ્વરની કિંમત

    ગૂડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, શુક્રવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad Gold Price) 48,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat Gold Price) 48,690 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara Gold Price) 47,420 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 63,000 રૂપિયા છે.

    આ પણ વાંચો, Amazon સાથે કમાણી કરવાની સુવર્ણ તક, આ 35 શહેરોમાં 8000 લોકોને આપશે Jobs, અહીં કરો રજિસ્ટ્રેશન

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.

    આ પણ વાંચો, Twitterએ લૉન્ચ કર્યું Super Follow ફીચર, હવે યૂઝર્સ કરી શકશે કમાણી

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published: