Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતોમાં આજે જોરદાર તેજી, જાણો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

પ્રતિકાત્મક તસવીર

Gold Silver Price Today: સપ્તાહમાં પહેલીવાર સોનામાં ઉછાળો જોવા મળ્યો; 8,800 રૂપિયા સસ્તું Gold ખરીદવાની તક

  • Share this:
    Gold Silver Price, 27 August 2021: સતત બે દિવસ નરમાઈ બાદ શુક્રવાર સવારે સોના અને ચાંદીની કિંમતોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર આજે સવારે 9:28 વાગ્યે ઓક્ટોબર વાયદાનું સોનું (Gold Price Today) 0.34 ટકાના ઉછાળા સાથે એટલે કે 161 રૂપિયાના વધારા સાથે 47,398 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. આ ઉપરાંત, ચાંદી (Silver Price) સપ્ટેમ્બર વાયદામાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ચાંદી વાયદામાં 0.30 ટકા એટલે કે 186 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. MCX પર સિલ્વર વાયદો 62,909 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થયું હતું. નોંધનીય છે કે, આ સમગ્ર સપ્તાહમાં આજે પહેલીવાર સોનાના ભાવમાં તેજી જોવા મળી છે.

    ગોલ્ડ રેકોર્ડ હાઈથી હજુ પણ 8,800 રૂપિયા સસ્તું

    મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનું હાલમાં 47,400 પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. ગયા વર્ષે ગોલ્ડની ઓલટાઇમ હાઇ કિંમત 56,200 પ્રતિ 10 ગ્રામથી હજુ પણ તે 8,800 રૂપિયા નીચે ટ્રેડ થઈ રહ્યું છે. જેથી રોકાણકારોને ભવિષ્યમાં સારા રિટર્ન મળવાની આશા સાથે સોનામાં રોકાણ કરવાની સારી તક મળી રહી છે.

    50,000 રૂપિયા સુધી જશે સોનું

    વિશેષજ્ઞોના મત મુજબ, ટૂંક સમયમાં સોનું 50,000 રૂપિયા પર પહોંચી જશે. એવામાં રોકાણના હિસાબથી આ ઉત્તમ સમય છે. રોકાણકારો યલો મેટલમાં રોકાણ કરી શકે છે. બીજી તરફ, કોઈ રોકાણકારે પહેલાથી જ સોનામાં રોકાણ કરેલું છે તો હાલ હોલ્ડ કરવાથી ફાયદારૂપ સાબિત થઈ શકે છે.

    અમદાવાદ અને વડોદરામાં ગોલ્ડ અને સિલ્વરની કિંમત

    ગૂડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ,  શુક્રવાર સવારે અમદાવાદ (Ahmedabad Gold Price)માં 22 કેરેટ સોનાની કિંમત 46,950 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 48,920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. બીજી તરફ, વડોદરા (Vadodara Gold Price)માં 22 કેરેટ સોનાની કિંમત 45,940 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 47,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, અમદાવાદ અને વડોદરામાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 63,200 રૂપિયા છે.

    આ પણ વાંચો, Bank Holidays: કાલથી આગામી 4 દિવસ આ શહેરોમાં બંધ રહેશે બેંક, આજે જ પૂરા કરી દો જરૂરી કામ, જુઓ રજાઓની યાદી

    સોનાનો ભાવ મિસ્ડ કોલ કરીને  જાણો

    સોનાનો ભાવ તમે સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો, Hero HF Deluxe બાઇક આપે છે 83 કિલોમીટરની માઇલેજ, જાણો કિંમત અને ફીચર્સ

    સોનાની શુદ્ધતા આવી રીતે ચેક કરો

    સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: