Gold Silver Price Today: ભારતીય બજારમાં સતત બીજા દિવસે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ, ચાંદીમાં સામાન્ય તેજી જોવા મળી છે. નબળા ગ્લોબલ સંકેતોના (Global Cues) કારણે સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર આજે સોનાના ભાવમાં (Gold Price Today) 0.16 ટકાનો ઘટાડો નોંધાયો છે. સોનું 46,205 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. બીજી તરફ, ચાંદી (Silver Price Today) 0.1 ટકાના વધારાની સાથે 59,615 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. નોંધનીય છે કે, સોનાના ભાવમાં બે સપ્તાહમાં 1200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર