Gold Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં શું થયો ફેરફાર? ફટાફટ ચેક કરો આજના લેટેસ્ટ રેટ્સ

ભારતમાં સોનાની કિંમતમાં ઘટાડો ઊંચા સ્તરથી વેચાવલીના કારણે જોવા મળી રહ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)

Gold Silver Price Today: વર્ષ 2021ના અંત સુધીમાં ગોલ્ડ ઓલટાઇમ હાઈ પર પહોંચવાનો કમોડિટી એક્સપર્ટ્સનો મત

  • Share this:
    Gold Silver Price, 2 September 2021: સતત બે દિવસ સુધી ઘટાડો નોંધાયા બાદ આજે પણ સોનાના ભાવમાં (Gold Price Today) સુસ્તી જોવા મળી રહી છે. ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, 22 કેરેટ સોનાની કિંમત 46,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુ નોંધવામાં આવી હતી. ગઈકાલે મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સોનું 0.06 ટકાના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યું હતું, કારણ કે ડૉલરમાં (US Dollar) મજબૂતી જોવા મળી હતી. પીટીઆઇના રિપોર્ટ મુજબ, વિશેષજ્ઞોએ જણાવ્યું કે, ભારતમાં સોનાની કિંમતમાં ઘટાડો ઊંચા સ્તરથી વેચાવલીના કારણે જોવા મળી રહ્યો છે.

    ભારતીય બજારોમાં હાલના સમયમાં ભલે સોનાની કિંમત ઓછી હોય, પરંતુ કમોડિટી વિશેષજ્ઞોનું માનવું છે કે આ વર્ષના અંત સુધીમાં મલ્ટી કમોડિટી એક્સચેન્જમાં સોનાની કિંમત 56,191 રૂપિયાના પોતાના ઉચ્ચતમ સ્તરને પાર કરી શકે છે. આ ઉપરાંત તેની કિંમત 58,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. મિન્ટના અહેવાલ મુજબ, દેશમાં આગામી તહેવારોની સીઝન દરમિયાન સોનાની ભૌતિક માંગમાં વૃદ્ધિ અને અમેરિકન ડૉલરની નબળી સ્થિતિને કારણે લાઇફ ટાઇમ હાઇ પર સોનું જોવા મળી શકે છે.

    ગુજરાતના શહેરોમાં ગોલ્ડ અને સિલ્વરની કિંમત

    Good Returns વેબસાઇટ મુજબ, બુધવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad Gold Price) 48,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat Gold Price) 48,800 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara Gold Price) 47,530 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 63,000 રૂપિયા છે.

    આ પણ વાંચો, Post Officeની આ સ્કીમમાં મળશે પૂરા 14 લાખ 28 હજાર રૂપિયા, જાણો કેટલું કરવું પડશે રોકાણ?

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો, BSNL New Plan: BSNLએ લોન્ચ કર્યો જોરદાર પ્લાન, 365 દિવસ સુધી રોજ 2 GB ડેટા, જાણો કેટલું કરાવવું પડશે રિચાર્જ

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: