Gold Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં તેજી, ફટાફટ ચેક કરો કેટલું મોંઘું થયું ગોલ્ડ

પ્રતિકાત્મક તસવીર

Gold Silver Price Today: સોનું ઉચ્ચતમ સ્તરથી હજુ 8800 રૂપિયા સસ્તું વેચાઈ રહ્યું છે, રોકાણ કરવાની સુવર્ણ તક

  • Share this:
    Gold Silver Price Today 18 August 2021: બુધવાર સવારે સોના અને ચાંદીના વાયદા બજારમાં તેજી જોવા મળી રહી છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સવારે 9:55 વાગ્યે ઓક્ટોબર વાયદાનું સોનું (Gold Price Today) 67 રૂપિયાના વધારા સાથે 47,347 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. આ ઉપરાંત, ચાંદી (Silver Price Today) સપ્ટેમ્બર વાયદામાં 0.30 ટકાનો વધારો જોવા મળ્યો છે. MCX પર 189 રૂપિયાના ઉછાળા સાથે સિલ્વર વાયદો 63,415 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.

    નોંધનીય છે કે, ગત સપ્તાહે સોનામાં હળવી રિકવરી જોવા મળી હતી. બીજી તરફ, આ રિકવરી પહેલા ગોલ્ડ ચાર મહિનાના નીચલા સ્તર 45,600 રૂપિયા પર આવી ગયું હતું. નોંધનીય છે કે, ગયા વર્ષે ગોલ્ડનો ભાવ 56,200 રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો હતો. હાલમાં સોનું તેના રેકોર્ડ સ્તરથી 8,800 રૂપિયા જેટલા સસ્તા ભાવે મળી રહ્યું છે જેથી રોકાણકારો માટે હજુ ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ (Investment in Gold) કરવાની સુવર્ણ તક છે.

    આંતરાષ્ટ્રીય બજારમાં સોનું સપાટ

    આંતરરાષ્ટ્રીય બજારમાં બુધવારે સોનાનો ભાવ સ્થિર રહ્યો. હાજર સોનું 1,785.66 ડૉલર પ્રતિ ઔંસ પર સપાટ જોવા મળ્યું. અમેરિકા સોનું વાયદો 1,787.20 ડૉલર પર સપાટ છે. ડૉલર બુધવારે યૂરોની તુલનામાં નવ મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો. ચાંદી 0.1 ટકા વધીને 23.65 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગઈ.

    50,000 રૂપિયા સુધી જશે સોનું

    વિશેષજ્ઞોના મત મુજબ, ટૂંક સમયમાં સોનું 50,000 રૂપિયા પર પહોંચી જશે. એવામાં રોકાણના હિસાબથી આ ઉત્તમ સમય છે. રોકાણકારો યલો મેટલમાં રોકાણ કરી શકે છે. બીજી તરફ, કોઈ રોકાણકારે પહેલાથી જ સોનામાં રોકાણ કરેલું છે તો હાલ હોલ્ડ કરવાથી ફાયદારૂપ સાબિત થઈ શકે છે.

    અમદાવાદ અને વડોદરામાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત

    ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, બુધવાર સવારે અમદાવાદ (Ahmedabad Gold Price) માં 22 કેરેટ સોનાની કિંમત 46,710 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 48,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. બીજી તરફ, વડોદરા (Vadodara Gold Price) માં 22 કેરેટ સોનાની કિંમત 45,960 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 47,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    આ પણ વાંચો, Petrol Diesel Price Today: 31 દિવસ બાદ ડીઝલનો ભાવ ઘટ્યો, જાણો શું છે આપના શહેરમાં પેટ્રોલનો ભાવ

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો, Mi Mix 4ના આ ફીચરથી ડર્યું ચીન, મોબાઇલ કંપની Xiaomiને નવા સ્માર્ટફોનમાંથી હટાવવાનો આદેશ

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: