Gold Silver Price Today: સપ્તાહના પહેલા દિવસે મોંઘું થયું સોનું, જાણો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. (પ્રતીકાત્મક તસવીર)

Gold-Silver Latest Rates: 9300 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તક, જાણો ગુજરાતના 3 શહેરોમાં આજનો ભાવ

  • Share this:
    Gold Silver Latest Price, 13 September 2021: સપ્તાહના પહેલા દિવસે સોના અને ચાંદીના વાયદા બજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange= MCX) પર સોમવાર સવારે 10 વાગ્યે સોનું (Gold Price Today) 0.16 ટકાના વધારા સાથે એટલે કે 75 રૂપિયાના ઉછાળા સાથે 46,881 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. તો બીજી તરફ, ચાંદીમાં 0.33 ટકાનું ધોવાણ જોવા મળી રહ્યું છે. MCX પર સિલ્વર (Silver Price Today) 210 રૂપિયાના ઘટાડા સાથે 63,382 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી હતી.

    નબળા વૈશ્વિક સંકેતોની વચ્ચે આજે ભારતીય બજારોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઉતાર-ચઢાવ સાથે કારોબાર થઈ રહ્યો છે. સપ્તાહના પહેલા દિવસે સોનાના ભાવમાં તેજીનું વલણ છે. જોકે, ચાંદીમાં નબળાઈ જોવા મળી રહી છે. આ સપ્તાહના અંતમાં મહત્ત્વપૂર્ણ અમેરિકન કન્ઝ્યૂમર પ્રાઇસ રીડિંગ પહેલા રોકાણકારો સતર્ક છે. આ ઉપરાંત, અમેરિકન ડૉલરમાં મજબૂતીની સોના પર અસર પડી છે. ગત સપ્તાહે 0.6 ટકાના વધારા બાદ ડૉલર ઇન્ડેક્સ વધીને 92.632 પર પહોંચી ગયો.

    9300 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તક

    મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોમવારે સોનું 46,900 રૂપિયાના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. સોનાનો ભાવ તેના ઓલટાઇમ કરતાં ઘણો ઓછો છે. ઓગસ્ટ 2020માં સોનું તેની સર્વોચ્ચ કિંમત 56,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયું હતું. તેની તુલનામાં હાલ સોનું પ્રતિ 10 ગ્રામ 9300 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. રોકાણ કરવા માટે કે શુભ પ્રસંગો માટે સસ્તું સોનું ખરીદવાની હાલ સારી તક છે.

    ગુજરાતના શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ

    Good Returns વેબસાઇટ મુજબ, સોમવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad 24 Carat Gold Price) 47,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat 24 Carat Gold Price) 47,280 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara 24 Carat Gold Price) 47,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 64,200 રૂપિયા છે.

    આ પણ વાંચો, Aadhaar Shila: મહિલાઓ માટે LICની વિશેષ વીમા યોજના, રોજ 29 રૂપિયા જમા કરતાં કેટલા લાખ મળશે?

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.

    આ પણ વાંચો, પહેલી ઓક્ટોબરથી 2 બેંકોની ચેકબુક થઈ જશે અમાન્ય, જાણો કેવી રીતે થશે અપડેટ

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published: