Gold Silver Price Today: મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં આવી તેજી, ફટાફટ ચેક કરો આજના ભાવ

Gold Silver Price Today: મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનામાં 200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીમાં પ્રતિ કિલો 500 રૂપિયાથી વધુનો ઉછાળો

Gold Silver Price Today: મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનામાં 200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીમાં પ્રતિ કિલો 500 રૂપિયાથી વધુનો ઉછાળો

  • Share this:
    Gold Silver Price Today: 10 August 2021: મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર મંગળવાર 10 ઓગસ્ટે સવારે 9:46 વાગ્યે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. MCX પર ઓક્ટોબર વાયદાનો સોનાનો ભાવ (Gold Price Today) 0.44 ટકાના વધારા સાથે 46,088 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ, સપ્ટેમ્બર વાયદાનો સિલ્વરના ભાવ (Silver Price Today)માં પણ તેજી જોવા મળતા MCX પર સિલ્વર 0.89 ટકાના ઉછાળા સાથે 63,195 રૂપિયા પ્રતિ કિલોગ્રામે ટ્રેડી કરી રહી છે.

    આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગોલ્ડનો ભાવ

    ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો સોનાની કિંમતો અનેક મહિનાઓના નીચલા સ્તર પર આવી ગઈ છે. હાજર સોનું 1,730.47 પ્રતિ ઔંસ થઈ ગયું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાંદીની કિંમત 23.43 ડૉલર પ્રતિ ઔંસ રહી. ગત સત્રમાં ચાંદીનો ભાવ 8 મહિનાના નીચલા સ્તર પર ફસડાઈ ગયો હતો.

    આજે શું ભાવે વેચાઈ રહ્યું છે 10 ગ્રામ ગોલ્ડ (10 gram Gold Rate)

    મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 0.44 ટકા વધારા સાથે 46,088 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. સોનામાં 200 રૂપિયાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

    ચાંદીનો ભાવ (Silver Price Today)

    જો ચાંદીની વાત કરીએ તો આજે તેના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 0.89 ટકાના વધારા બાદ 63,195 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. MCX પર સિલ્વરના ભાવમાં મંગળવાર સવારે 500 રૂપિયાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

    12 વર્ષમાં આપ્યું સૌથી ખરાબ રિટર્ન- નોંધનીય છે કે, ગોલ્ડે વર્ષ 2020માં રોકાણકારોને છેલ્લા 12 વર્ષના સમયગાળામાં સૌથી ખરાબ રિટર્ન (Gold Investment and Return) આપ્યું છે. આ દરમિયાન સોનાની કિંમતોમાં 13 ટકાનો ઘટાડો (Gold Prices Dropped) નોંધાયો છે.

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા- જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.

    આ પણ વાંચો, રિલાયન્સ ન્યૂ સોલાર એનર્જીની મોટી જાહેરાત, અમેરિકાની એનર્જી સ્ટોરેજ કંપની Ambri Incમાં કરશે 50 મિલિયન ડૉલરનું રોકાણ


    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ- નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published: