Gold Silver Price Today: ખુશખબર! તહેવારોની સીઝનમાં ગોલ્ડ થયું સસ્તું, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gold Silver Price Today: 9,100 રૂપિયા સસ્તું ગોલ્ડ ખરીદવાની તક, જાણો આજે સોના-ચાંદીના ભાવ

Gold Silver Price Today: 9,100 રૂપિયા સસ્તું ગોલ્ડ ખરીદવાની તક, જાણો આજે સોના-ચાંદીના ભાવ

  • Share this:
    Gold Silver Price, 1 September 2021: ભારતમાં તહેવારોની સીઝન ચાલી રહી છે. તેની સાથે જ ગોલ્ડ ખરીદવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. રૂપિયાની મજબૂતીની વચ્ચે ભારતીય બજારોમાં આજે સોનાની કિંમતમાં (Gold Price Today) ઘટડો નોંધાયો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું વાયદો ઘટીને 47,095 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. બીજી તરફ, ચાંદી વાયદો (Silver Price Today) 0.33 ટકા ઘટીને 63,156 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયું.

    મંગળવારે રૂપિયો 29 પૈસાની મજબૂતની સાથે અમેરિકન ડૉલરની તુલનામાં લગભગ 12 સપ્તાહના ઉચ્ચ સ્તર 73 પર બંધ થયો હતો. ભારતમાં સોનાની કિંમતમાં 10.75 ટકા આયાત ચાર્જ અને 3 ટકા GST સામેલ છે.

    9100 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તક

    સોનાનો ભાવ ઓગસ્ટ 2020માં 56,200 પ્રતિ 10 ગ્રામના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો હતો. તેની સામે હાલમાં MCX પર સોનું 47,095ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યું છે. તો ગયા વર્ષની તુલનામાં હાલ સોનું લગભગ 9,100 રૂપિયા જેટલું સસ્તું મળી રહ્યું છે. રોકાણકારો ઉપરાંત તહેવારોની સીઝનમાં સોનું ખરીદવાની ઈચ્છા ધરાવતા લોકોને સસ્તું સોનું ખરીદવાની સારી તક મળી રહી છે.

    50,000 રૂપિયા સુધી જશે સોનું

    વિશેષજ્ઞોના મત મુજબ, ટૂંક સમયમાં સોનું 50,000 રૂપિયા પર પહોંચી જશે. એવામાં રોકાણના હિસાબથી આ ઉત્તમ સમય છે. રોકાણકારો યલો મેટલમાં રોકાણ કરી શકે છે. બીજી તરફ, કોઈ રોકાણકારે પહેલાથી જ સોનામાં રોકાણ કરેલું છે તો હાલ હોલ્ડ કરવાથી ફાયદારૂપ સાબિત થઈ શકે છે.

    અમદાવાદ અને વડોદરામાં ગોલ્ડ અને સિલ્વરની કિંમત

    Good Returns વેબસાઇટ મુજબ, બુધવાર સવારે અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત (Ahmedabad Gold Price) 46,790 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 48,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. બીજી તરફ, વડોદરામાં 22 કેરેટ સોનાની કિંમત (Vadodara Gold Price) 45,990 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 47,520 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, અમદાવાદ અને વડોદરામાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 63,000 રૂપિયા છે.

    આ પણ વાંચો, LPG Cylinder Price Hike: સામાન્ય જનતાને મોટો આંચકો, આજથી આટલા રૂપિયા મોંઘો થયો રાંધણ ગેસ સિલિન્ડર

    સોનાનો ભાવ મિસ્ડ કોલ કરીને જાણો 

    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો, Azim Premji Success Story: બિઝનેસના બાદશાહ અને દેશના સૌથી મોટા દાનવીર અઝીમ પ્રેમજીની જીવનગાથા

    સોનાની શુદ્ધતા આવી રીતે ચેક કરો

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: