Gold price: લગ્નની સિઝનમાં સોનું ખરીદવાની તક, રેકોર્ડ લેવલથી 3000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું

સોનાની કિંમત

Gold price: 24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે.

  • Share this:
    નવી દિલ્હી: જો તમારા ઘરમાં લગ્ન પ્રસંગ (Marriage season) છે, અથવા તમે સોનું ખરીદવા (Buy gold)નું વિચારી રહ્યા છો તો તમારા માટે આ સારો મોકો છે. હાલ સોનું ગત વર્ષના રેકોર્ડ ભાવથી ત્રણ હજાર જેટલું સસ્તું મળી રહ્યું છે. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે વર કે વધૂ માટે સોનું ખરીદવા માંગતા લોકો માટે આ સારો મોકો છે. આ ઉપરાંત જો કોઈ શોખથી પણ સોનું ખરીદવા માંગતું હોય તો તેમના માટે પણ આ સારી તક (Chance to buy cheap gold) છે.

    ઉલ્લેખનીય છે કે ગુરુવારે દિલ્હી સરાફા બજારમાં સોનાની કિંમત (Gold Price Today)માં નજીવો વધારો થયો હતો. ગત ટ્રેડિંગ સેશન દરમિયાન દિલ્હી સરાફા બજારમાં સોનું 48,175 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યું હતું. જ્યારે ચાંદી (silver rate) 65,268 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ રહ્યું હતું.

    રેકોર્ડ સ્તરથી 3000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું

    ગઈકાલે સોનું 49 હજાર રૂપિયા આસપાસ હતું. ગત વર્ષે આ સમયે એટલે કે નવેમ્બરમાં સોનું 52 હજાર રૂપિયા આસપાસ હતું. એટલે કે હાલ સોનું ગત વર્ષના રેકોર્ડ ભાવથી ત્રણ હજાર રૂપિયા સસ્તું મળી રહ્યું છે. જ્યારે ચાંદી આશરે 1000 રૂપિયા મોંઘી મળી રહી છે.

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: સોન ભંડાર: બિહારની આ ગુફામાં છૂપાવેલું છે અઢળક સોનું, ગુફાને ખોલવાનું રહસ્ય ખુલી જાય તો દેશ બની જાય માલામાલ!

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: ઘરમાં કેટલું સોનું રાખી શકાય? નિશ્ચિત મર્યાદાથી વધારે સોનું હોય તો શું તે જપ્ત થઈ શકે?

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published: