સોનું-ચાંદી સુરક્ષિત રોકાણનો બન્યા વિકલ્પ! ફટાફટ જાણી લો અમદાવાદમાં બંને કિંમતી ધાતુના નવા ભાવ

News18 Gujarati
Updated: July 14, 2020, 7:40 PM IST
સોનું-ચાંદી સુરક્ષિત રોકાણનો બન્યા વિકલ્પ! ફટાફટ જાણી લો અમદાવાદમાં બંને કિંમતી ધાતુના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

દુનિયાભરમાં કોવિડ-19ના મામલે કારણ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં વધતી અનિશ્વિતતા વચ્ચે રોકાણકારો ઓછું જોખમ ઉઠાવવાના મૂડમાં છે. આજ કારણ છે કે કેટલાક સમયમાં સોનામાં રોકાણના પગલે વિશ્વાસ વધી રહ્યો છે.

  • Share this:
અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થવાના કારણે ભારતીય બજારોમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં બે તરફી વલણ જોવા મળ્યું હતું. અમદાવાદ સોના-ચાંદી બજારમાં ચાંદીની કિંમતમાં વધારો જ્યારે સોનાના ભાવમાં ઘટાડો રહ્યો હતો.

મંગળવારે અમદાવાદ બજારમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price today) 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં (Silver Price today) 200 રૂપિયાનો વધારો રહ્યો હતો. આમ અમદાવાદ બજારમા એક કિલો ચાંદીનો ભાવ રૂ.52,500 અને સોનાનો ભાવ 50,700 રૂપિયા રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં સતત વધારો આવી રહ્યો છે. આવી સ્થિતિમાં સોના-ચાંદી લોકોની વચ્ચે રોકાણનો સૌથી સુરક્ષિત વિકલ્પ બન્યો છે.

અમદાવાદ બજારમાં સોના-ચાંદીના ભાવ (Gold-Silver price in Ahmedabad):

અમદાવાદ માર્કેટમાં મંગળવારે ચાંદીના ભાવમાં કિલોદીઠ 200 રૂપિયાનો વધારો થતાં ચાંદી ચોરસા રૂ.52,500 અને ચાંદી રૂપું 52,300 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી. જ્યારે સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 200 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) રૂ.50,700 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,500 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. આ ઉપરાંત હોલમાર્ક દાગીનાના ભાવમાં 195 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટતા હોલમાર્ક 49,685 રૂપિયા બંધ રહ્યું હતું.

દિલ્હી બજારમાં સોના-ચાંદીના ભાવ (Gold-Silver price in Delhi):

HDFC સિક્યુરિટી પ્રમાણે મંગળવારે દિલ્હી સરાફા બજારમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામમાં રૂ.114નો ઘટાડો થતાં સોનાનો ભાવ 49,996 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 140 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદી 52,657 રૂપિયા બંધ રહી હતી.આ પણ વાંચોઃ-કોરોના વાયરસે PM નરેન્દ્ર મોદીનું કર્યું પૂરું આ સપનું, ત્રણ મહિનામાં જ કરી જોરદાર કમાલ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવઃ

આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનાનો નવો ભાવમાં 1798 ડોલર પ્રતિ ઔસ અને ચાંદીનો નવો ભાવ 19.03 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો.

આ પણ વાંચોઃ-ખતરો યથાવત રહેશે! એક વેક્સીનથી નહીં ચાલે કામ, ફરીથી શિકાર બનાવશે કોરોનાઃ અભ્યાસ

આ પણ વાંચોઃ-આસામમાં ભયાનક પૂરથી નષ્ટ થયો કાજીરંગા પાર્ક, 47 પ્રાણીઓના મોત, જુઓ કૂદરતના પ્રકોપની તસવીરો

રૂપિયામાં નજીવા સુધારાના પગલે ઘટી કિંમતોઃ

એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટી) તપન પટેલના જણાવ્યા પ્રમાણે અમેરિકન ડોલરની તુલનાએ ભારતીય રૂપિયામાં મામુલી સુધારો નોંધાતા આંતરરાષ્ટ્રીય બજારમાં બંને કિમતી ધાતુઓમાં ઘટાડો નોંધાયો હતો. જેના પગલે ભારતીય બજારોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

જોકે, દુનિયાભરમાં કોવિડ-19 (covid-19)ના મામલે કારણ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં વધતી અનિશ્વિતતા વચ્ચે રોકાણકારો ઓછું જોખમ ઉઠાવવાના મૂડમાં છે. આજ કારણ છે કે કેટલાક સમયમાં સોનામાં રોકાણના પગલે વિશ્વાસ વધી રહ્યો છે.
Published by: ankit patel
First published: July 14, 2020, 7:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading