Home /News /business /પાકિસ્તાનમાં મોંઘવારીથી હાહાકાર! એક તોલા સોનાનો ભાવ 90 હજાર રૂપિયા

પાકિસ્તાનમાં મોંઘવારીથી હાહાકાર! એક તોલા સોનાનો ભાવ 90 હજાર રૂપિયા

પાકિસ્તાનમાં એક તોલા સોનાનો ભાવ 90 હજાર રૂપિયા

તમને જણાવી દઈએ કે, 10 ગ્રામ સોનાની કિંમત જ્યાં ભારતમાં 39970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

પાકિસ્તાનમાં સામાન્ય માણસોની મુશેકેલીઓ રોજ વધતી જઈ રહી છે. પેટ્રોલ-ડિઝલ બાદ હવે દેશમાં સોનાની કિંમત અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે. પાકિસ્તાની સમાચારપત્રની વેબસાઈટ ડોન ન્યૂઝ અનુસાર, એક તોલા એટલે કે 10 ગ્રામ સોનાની કિંમત અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર 90 હજાર પાકિસ્તાની રૂપિયા થઈ ગઈ છે. ગત એક મહિના દરમિયાન પાકિસ્તાનમાં સોનું 12840 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે, 10 ગ્રામ સોનાની કિંમત જ્યાં ભારતમાં 39970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ત્યાં પાકિસ્તાનમાં આ સમયે સોનાની કિંમત 90000 પાકિસ્તાની રૂપિયા છે. ભારતના મુકાબલે આ બે ઘણી કરતા વધારે છે.

કેમ મોંઘુ થઈ રહ્યું છે સોનું - ઓલ સિંઘ સર્રાફા જ્વેલર્સ એસોસિએશનનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતો વધવાથી ઘરેલૂ સ્તર પર ભાવ વધી રહ્યા છે. અગામી થોડા દિવસમાં સ્થાનિક સ્તર પર સોનું 1 લાખ રૂપિયાની કિંમતને પણ પાર કરી શકે છે.

ASSJAના પ્રેસિડન્ટ હાજી હારૂન રશીદ ચંદ કહે છે કે, હવે પાકિસ્તાનમાં સોનું ખરીદવું સામાન્ય માણસ માટે અઘરૂ બની ગયું છે. કેમ કે, સામાન્ય માણસ માટે રોજ બરોજની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવી જ મુશ્કેલ બની ગઈ છે. જ્યારે, પાકિસ્તાનની સ્થિતિને લઈ અનિશ્ચિતતાના કારણે વિદેશોમાંથી ઈન્વેસ્ટમેન્ટ નથી આવી રહ્યું.

હાજી હારૂન રશીદ ચંદ અનુસાર, સ્થાનિક ગોલ્ડ માર્કેટ માટે સૌથી મોટુ ટેન્શન ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ એટલે કે, FBR તરફથી સોનાની જ્વેલરીના વેચાણ પર લગાવવામાં આવેલો 17.5 ટકા ટેક્સ છે. તેના કારણે દેશમાં ડિમાન્ડ નથી રહી. ગત દિવસોમાં કેટલીએ દુકાનો પાકિસ્તાનમાં બંધ થઈ છે. અમે અગામી દિવસોમાં અમારી દુકાનો બંધ કરી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરીશું.

ડરાવી રહી છે મોંઘવારી - કોઈ પણ દેશમાં સામાન્ય નાગરીકો માટે વધતી મોંઘવારીને સહન કરવી વધારે પરેશાની થઈ પડે છે. જો આ મોંઘવારી વેનેઝુએલા અને ઝિમ્બાબ્વે જેવા દેશોની જેમ હજાર ટકા સુધી પહોંચી ગઈ તો કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા વેરવિખેર થઈ જશે.

મોંઘવારી ત્યારે પણ ખતરનાક બની જાય છે, જ્યારે કોઈ દેશ ભયાનક દેવામાં ડુબી જાય છે. કઈંક એવી જ પરિસ્થિતિ હાલમાં પાકિસ્તાનની છે. મોંઘવારીનો મારો સહન કરી રહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન આ સમયે બિલકુલ લાચાર જોવા મળી રહ્યા છે.
First published:

Tags: Gold rate, Hit