ખુશખબર: સળંગ બીજા દિવસે સસ્તુ થયું સોનુ-ચાંદી, ફટાફટ ચેક કરો નવા ભાવ

ખુશખબર: સળંગ બીજા દિવસે સસ્તુ થયું સોનુ-ચાંદી, ફટાફટ ચેક કરો નવા ભાવ
સોના-ચાંદીના ભાવ

અમેરિકન ડોલર (US Dollar)ના મુકાબલે ભારતીય રૂપિયા(India Rupee)માં આવેલી મજબૂતીના કારણે સ્થાનિક બજારમાં સોનાની કિંમતોમાં સળંગ બીજા દિવસે ઘટાડો નોંધાયો

 • Share this:
  નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય સ્તર પર ગોલ્ડની કિંમતો ઘટવાથી (Gold Price Down) અને અમેરિકન ડોલર (US Dollar)ના મુકાબલે ભારતીય રૂપિયા(India Rupee)માં આવેલી મજબૂતીના કારણે સ્થાનિક બજારમાં સોનાની કિંમતોમાં સળંગ બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. મંગળવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 57 રૂપિયા ગગડી ગયા હતા. આ દરમિયાન ચાંદીની કિંમતોમાં પણ 477 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

  સોનાની નવી કિંમત (Gold Price on 23 June 2020)- મંગળવારે દિલ્હીમાં 99.9 ટકાવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 48,988 રૂપિયાથી ગગડી 48,931 રૂપિયા પર આવી ગયો છે. આ દરમિયાન કિંમતોમાં 57 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. આ પહેલા સોમવારે ગોલ્ડની કિંમતો (Gold Price)માં 85 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમતમાં 144 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો નોંધાયો હતો.  ચાંદીની નવી કિંમત - સોનાની જેમ ચાંદીની કિંમતોમાં પણ સળંગ બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. દિલ્હીના સર્રાફા બજારમાં એક કિલોગ્રામ ચાંદીના નવા ભાવ 50,025 રૂપિયાથી ઘટી 49,548 રૂપિયા પર આવી ગયા છે. આ દરમિયાન આજે કિંમતમાં 477 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. એક્સપર્ટનું કહેવું છે કે, ડિમાન્ડમાં ઘટાડો હોવાની અસર ચાંદીના ભાવ પર દેખાઈ રહી છે.

  કેમ સસ્તુ થયું સોનુ - એચડીએફસી સિક્યોરિટીના કોમોડિટીઝ એનાલિસ્ટ તપન પટેલનું કહેવું છે કે, ભારતીય રૂપિયો 37 પૈસાની મજબૂતી સાથે બંધ થયો છે. સાથે જ, વિદેશી રોકાણકારો તરફથી ખરીદદારીના ચાલતા શેર બજારમાં તેજી ચાલુ છે. જેથી સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે.
  Published by:News18 Gujarati
  First published:June 23, 2020, 18:58 pm

  ટૉપ ન્યૂઝ