ધનતેરસના શુભ તહેવારે સોનું ખરીદવા માંગો છો તો જાણો આજનો ભાવ

News18 Gujarati
Updated: October 25, 2019, 11:07 AM IST
ધનતેરસના શુભ તહેવારે સોનું ખરીદવા માંગો છો તો જાણો આજનો ભાવ
પ્રતીકાત્મક તસવીર

તહેવારની સીઝનમાં ડિમાન્ડ વધવાથી સોના-ચાંદીમાં ચમક પાછી ફરી છે

  • Share this:
નવી દિલ્હી : ધનતેરસ 2019 (Dhanteras 2019) પર સોનું (Gold) ખરીદવાનો પ્લા બનાવી રહ્યા છે તો આજનો ભાવ જાણી લો. કારણ કે ધનતેરસથી એક દિવસ પહેલા સોનાની કિંમતો (Gold Prices Today)માં મોટો ઉછાળો આવ્યો છે. ગુરુવારે દિલ્હી બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનું 75 રૂપિયા મોંઘું થઈ ગયું. આવી જ રીતે ચાંદી (Silver)માં પણ તેજી જોવા મળી. ચાંદીનો ભાવ (Silver Prices Today) 110 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધી ગયો. એક્સપર્ટ્સનું કહેવું છે કે તહેવારની સીઝનમાં ડિમાન્ડ વધવાથી સોના-ચાંદીમાં ચમક પાછી ફરી છે.

સોનાનો નવો ભાવ

ગુરુવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 75 રૂપિયા વધીને 38,945 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. અગાઉના કારોબારી દિવસમાં સોનું 38,870 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું.

ચાંદી પણ ચમક

ચાંદી 110 રૂપિયા ઉછળીને 46,410 રૂપિયાથી 46,520 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ. વૈશ્વિક બજારમાં સોનું 1,490 ડૉલર પ્રતિ ઔંસ પર રહ્યું જ્યારે ચાંદી 17.52 ડૉલર પ્રતિ ઔંસ પર રહ્યું.

સોના-ચાંદીમાં તેજીનું કારણHDFC સિક્યુરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલે કહ્યુ કે, રૂપિયામાં નબળાઈની વચ્ચે તહેવારની ડિમાન્ડમાં વધારાથી દિલ્હીમાં 24 કેરેટ હાજર સોનાનો ભાવ વધી ગયો. બીજી તરફ, તહેવારની સીઝનમાં માંગ વધવાથી પણ ફાયદો મળ્યો. જોકે, ગ્લોબલ માર્કેટમાં સોનું અને ચાંદી બંનેના ભાવમાં નરમાઈ રહી.

ધનતેરસ પર આ વખતે માત્ર 1 રૂપિયામાં ખરીદો સોનું

તમે ધનતેરસ જેવા શુભ પ્રસંગે સોનું ખરીદવા માંગો છો તો આપની પાસે ઑનલાઇનના અનેક ઑપ્શન ઉપલબ્ધ છે. તમે પોતાની મરજી મુજબ સોનું ખરીદી શકો છો ઉપરાંત સોનાની શુદ્ધતાની ગેરંટી પણ મળશે. અહીં આપને સોનાની ખરીદી અને વેચાણનો વિકલ્પ જોવા મળશે. ત્યારબાદ તમે ખરીદીના ઑપ્શન પર ક્લિક કરી જેટલું સોનું ખરીદવા માંગો છો તે રકમ નાખી શકો છો. રકમ નાખતાં જેટલી સોનાની માત્ર હશે તે આપને જોવા મળશે. રાઇટના નિશાન પર ક્લિક કર્યા બાદ આપને પેમેન્ટ કરવાની રહેશે. આપના દ્વારા ખરીદવામાં આવેલા સોનાની રકમ આપના ગૂગલ પેથી જોડાયેલા બેંક એકાઉન્ટથી જ જશે. ત્યારબાદ આપના દ્વારા ખરીદવામાં આવેલું સોનું આપના વૉલ્ટમાં જોડાઈ જશે. આવી રીતે વેચાણના વિકલ્પ પર જઈને તમે આપનું સોનું વેચી પણ શકો છો.

આ પણ વાંચો,

ધનતેરસ પર સોનું ખરીદનારાઓ માટે ખુશખબર, બદલાઇ જશે આ નિયમ
તહેવારની સિઝનમાં રિલાયન્સ જ્વેલ્સે નવું શાહી ‘અતુલ્ય’ કલેક્શન લોન્ચ કર્યુ
First published: October 25, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading