ખુશખબરઃ સતત બીજા દિવસે સસ્તું થયું સોનું, ફટાફટ જાણો આજનો ભાવ

News18 Gujarati
Updated: October 18, 2019, 6:15 PM IST
ખુશખબરઃ સતત બીજા દિવસે સસ્તું થયું સોનું, ફટાફટ જાણો આજનો ભાવ
પ્રતિકાત્મક તસવીર

શુક્રવારે દિલ્હીમાં સોના-ચાંદી બજારમાં (Gold Spot Price) 10 ગ્રામ સોનાની કિંમત રૂ.145 ઘટી હતી. જ્યારે એક કિલોગ્રામ ચાંદીના (Silver Spot Price) ભાવમાં પણ 315 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

  • Share this:


ન્યૂઝ18ગુજરાતીઃ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સોનાના ભાવમાં ઘટાડો અને અમેરિકન ડૉલર (USD)ની તુલનાએ ભારતીય રૂપિયો (INR) મજબૂત બનતા સ્થાનિક બજારોમાં (Today's Gold Rate)સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. શુક્રવારે દિલ્હીમાં સોના-ચાંદી બજારમાં (Gold Spot Price) 10 ગ્રામ સોનાની કિંમત રૂ.145 ઘટી હતી. જ્યારે એક કિલોગ્રામ ચાંદીના (Silver Spot Price) ભાવમાં પણ 315 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બ્રિગ્ઝિટને લઇને થયેલી ડીલ પછી અનિશ્વિતતાનો સમય ખતમ થયો છે. એટલા માટે શૅરબજારમાં તેજી આવી છે. અને સોનાની કિંમતોમાં પણ ભારે નરમાઇ નોંધાઇ રહી છે. સોનાના નવા ભાવની વાત કરીએ તો દિલ્હીમાં 99.9 શુદ્ધતા વાળા 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ. 39,070થી ઘટાડો થઇને રૂ. 38,925ની સપાટીએ આવ્યો છે. ગુરુવારે દિલ્હીમાં સોનાની કિંમતોમાં રૂ.105 પ્રતિ દસ ગ્રામમાં ઘટાડો નોંધાયો હતો.

આ પણ વાંચોઃ-સાવધાન! શું તમે પોર્ન વીડિયો જુઓ છો? તો મુશ્કેલીમાં મૂકાશો

જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો શુક્રવારે સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયોહ તો. એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં રૂ.315નો ઘટાડો થતા 46325 રૂપિયાની સપાટીએ રહી હતી. ગુરુવારે ચાંદીનો ભાવ 46,640 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.

આ પણ વાંચોઃ-તસવીરોઃ 9 ફૂટ લાંબા મગર સાથે સ્વિમિંગપૂલમાં કલાકો સુધી રમતો રહ્યો આ વ્યક્તિધનતેરસ (Dhanteras 2019) ઉપર માત્ર એક રૂપિયામાં સોનું ખરીદો
તમે ધનતેરસના તહેવાર ઉપર સોનું ખરીદવા ઇચ્છો છો તો તમારી પાસે ઑનલાઇનના અનેક ઑપ્શન છે. જેમા તમને પોતાની મરજીથી ખરીદી પણ કરી શકો છો અનેસોનાના શુદ્ધતાની ગેરન્ટી પણ મળશે. અહીં તમને સોનાની ખરીદી અને વેચાણ કરવાનો વિકલ્પ પણ મળશે.

આ પણ વાંચોઃ-કૉફી પીધા પછી મગ પણ ખાઇ શકશો, આ કંપનીએ બનાવ્યો ખાસ કપ

ત્યારબાદ તમે ખરીદીના ઑપ્શન ઉપર ક્લિક કરી જેટલું સોનું ખરીદવું હોય એટલી અમાઉન્ટ ભરી શકો છો. અમાઉ્ટ ભર્યા પછી જેટલી સોનાની માત્રા હશે એ તમે જોઇ શકશો. રાઇટનું નિશાન ક્લિક કરવાની સાથે તમારે પેમેન્ટ કરવાનું રહેશે.
First published: October 18, 2019, 6:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading