કમાણીની તક: 50 હજારની નજીક પહોંચી સોનાની કિંમત, દિવાળી સુધી 80,000 રૂપિયા થવાનું અનુમાન

કમાણીની તક: 50 હજારની નજીક પહોંચી સોનાની કિંમત, દિવાળી સુધી 80,000 રૂપિયા થવાનું અનુમાન
દિવાળી સુધીમાં સોનાનો ભાવ 80,000 રૂપિયા પહોંચવાનું અનુમાન

બજાર વિશેષજ્ઞ દિવાળી સુધી સોનાની કિંમત 80 હજાર પહોંચી જવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે.

 • Share this:
  મુંબઈ : Corona સંકટના સંકટના કારણે આપવામાં આવેલા લોકડાઉન (Covid 19 Impact) વચ્ચે સોનાની કિંમતમાં (Gold Price Near Rs 50,000 per ten grams) જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે અને હવે કિંમત આસમાને પહોંચી ગઈ છે. આ ઉછાળો એટલે વધારે છે કે, સોનું ટૂંક સમયમાં 50 હજારને પાર પહોંચી જશે. બજાર વિશેષજ્ઞોનું માનવું છે કે, આવતીકાલે એટલે કે, ગુરૂવારે ગોલ્ડની કિંમત 50 હજારને પાર જવાની પૂરી સંભાવના છે. એટલું જ નહીં, બજાર વિશેષજ્ઞ દિવાળી સુધી સોનાની કિંમત 80 હજાર પહોંચી જવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે.

  તમને જણાવી દઈએ કે, મંગળવારે દિલ્હીમાં 99.9 ટકાવાળા સોનાનો ભાવ (Gold Price) 48,988 રૂપિયાથી ગગડી 48,931 પર આવી ગયો હતો. આ દરમિયાન કિંમતમાં 57 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. આ પહેલા સોમવારે ગોલ્ડમાં 85 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત (Silver Price)માં 144 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો નોંધાયો હતો.



  કેમ મોંઘુ થઈ રહ્યું છે સોનું અને ચાંદી - પૂરા વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારીના ચાલતા નબળી પડતી અર્થવ્યવસ્થાની જબરદસ્ત અસર સોનાના બજાર પર પડી રહી છે. આ મહામારી વચ્ચે સોનાની કિંમતોમાં સળંગ ઉછાળો ચાલુ જ છે.

  પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે, એક તોલા સોનાની કિંમત 49900 રૂપિયા પહોંચી ગઈ છે, જે જે ઈતિહાસમાં અત્યાર સુધીની હાઈ સ્તર કિંમત છે. એટલે કે, સોનું ટૂંક સમયમાં 50 હજારને પાર થઈ જશે.

  વ્યાપારીઓનું માનીએ તો, સોનાની કિંમત વધવાનું સૌથી મોટુ કારણ કોરોના મહામારી છે, ભારત-ચીન વિવાદ અને અમેરિકી બેન્ક ફેડરલ રિઝર્વ બેન્ક દ્વારા 2022 સુધી વ્યાજદર ન વધારવાનો નિર્ણય છે.

  જવેરી ગોલ્ડ બજારના અધ્યક્ષ કુમાર જૈનનું કહેવું છે કે, કોરોના વાયરસના કારણથી દુનિયાભરના મોટાભાગના દેશોમાં લોકડાઉન લાગ્યું હતું. આ મહામારીના કારણે કેટલાક દેશોમાં મંદીનો ખતરો મંડરાઈ રહ્યો છે. એવામાં સોનાને લઈ સુરક્ષિત રોકાણની માંગ વધી ગઈ છે.

  હાલના સમયમાં ગોલ્ડ રોકાણકારોની પહેલી પસંદ બની રહ્યું છે, પરંતુ આનાથી વ્યાપારીઓની થોડી ચિંતા જરૂર વધી ગઈ છે. કેમ કે, લગ્નની સિઝન ચાલી રહી છે, પરંતુ મોટાભાગના લોકો નવું સોનું ખરૂીદવાને બદલે રિસાયકલ સોનાથી જ કામ ચલાવી રહ્યા છે. (દિવાકર સિંહ, ન્યુઝ18 ઈન્ડીયા, મુંબઈ)
  Published by:News18 Gujarati
  First published:June 24, 2020, 15:39 pm

  ટૉપ ન્યૂઝ