રેકોર્ડ તેજી પછી સોનાની કિંમતમાં આવ્યો ઘટાડો, આટલું સસ્તું થયું

News18 Gujarati
Updated: May 19, 2020, 12:01 PM IST
રેકોર્ડ તેજી પછી સોનાની કિંમતમાં આવ્યો ઘટાડો, આટલું સસ્તું થયું
પ્રતિકાત્મકતસવીર

માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે આવનારા સમયમાં ગોલ્ડમાં ઉછાળો રહશે.

  • Share this:
અમેરિકા અને ચીનના વધતા તણાવ (Us-China Tension) અને કોરોના સંકટની વચ્ચે રોકાણકારાએ સોનામાં સેફ (Gold Safe investment Buying) ઇન્વેસ્ટમેન્ટ માની ખરીદી શરૂ કરી છે. સોમવારે રેકોર્ડ તેજી પછી મંગળવારે સોનાની કિંમતમાં ઘટાડો થયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ MCX પર સોનાની કિંમત 1000 રૂપિયે પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. અને નવી કિંમત 46 હજારની આસપાસ થઇ છે.

સોનાની નવી કિંમત (Gold Price on 19 May 2020 ) - મંગળવારે MCX પર સોનાની કિંમત 47,980 થી પડીને પ્રતિ દસ ગ્રામ હવે 46,853 રૂપિયા થઇ છે.
એક્સપર્ટનું કહેવું છે કે કોરોનાના કારણે ગ્લોબલ અર્થવ્યવસ્થાન મંદીમાં સપડાયેલી છે. વળી અમેરિકા અને ચીન વચ્ચે ફરી વ્યાપારિક તણાવ વધ્યો છે.

આ માટે રોકાણકારો ફરીથી સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે સોનાની ખરીદી કરી રહ્યા છે. માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે ગોલ્ડમાં ઉછાળો રહી શકે છે. જલ્દી જ તે 50,000 રૂપિયાને પાર જઇ શકે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની રિપોર્ટ મુજબ દેશમાં લગભગ 22-25 હજાર ટન સોનું ઘરમાં પડ્યું છે. જેનો વર્તમાનમાં આર્થિક રીતે કોઇ ઉપયોગ નથી થઇ રહ્યો.

ગ્રામીણ ભારતમાં તે 65 ટકા ભાગ ધરાવે છે. આજે લોકડાઉન 4માં ઢીલ આપ્યા પછી સોનાની દુકાનો ખોલવામાં આવી છે. વળી આવનારા દિવસોમાં ઝ્વેલર્સને પણ આ અંગે ગાઇડલાઇન્સ ફોલો કરી દુકાનો ખોલી શકશે. આજે જ્યારે અમદાવાદમાં સોનાની દુકાનો ખુલી તો સોનાના વેપારીઓએ ન્યૂઝ18ને જણાવ્યું કે લોકો સોનું વહેંચવા માટે આવી શકે છે. કારણ કે આર્થિક તંગી વધી છે.
First published: May 19, 2020, 12:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading