Gold Silver Price Today: જન્માષ્ટમીએ જાહેર થયા સોના-ચાંદીના ભાવ, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

પ્રતીકાત્મક તસવીર

Janmashtami Gold Silver Price: જન્માષ્ટમીના દિવસે સસ્તું ગોલ્ડ ખરીદવાની સુવર્ણ તક, જાણો આપના શહેરનો લેટેસ્ટ રેટ

  • Share this:
    Gold Silver Price, 30 August 2021: મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર જન્માષ્ટમીની (Janmashtami 2021) સવારે આજે સવારે 10:00 વાગ્યે ઓક્ટોબર વાયદાનું સોનું (Gold Price Today) 0.20 ટકા એટલે કે 97 રૂપિયાના ઘટાડા સાથે 47,441 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. આ ઉપરાંત, ચાંદી (Silver Price) સપ્ટેમ્બર વાયદામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદી વાયદામાં 0.18 ટકા એટલે કે 114 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર સિલ્વર વાયદો 63,471 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થયું હતું.

    ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો હાજર સોનું 0.2 ટકા વધીને 1,819.71 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગયું. જોકે, પોવેલે સંકેત આપ્યા છે કે કેન્દ્રીય બેંક આ વર્ષે પોતાની સંપત્તિ ખરીદમાં કાપ મૂકવાની યોજના બનાવી રહી છે. અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 0.3 ટકા વધીને 24.07 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે. જ્યારે પ્લેટિનમ 0.7 ટકા વધીને 1,015.08 ડૉલર થઈ ગઈ છે.

    24 કેરેટ ગોલ્ડનો ભાવ

    ગુડરિટર્ન્સ વેબસાઇટ મુજબ, આજે દેશની રાજધાનીમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 50,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત ચેન્નઇમાં 48,960 રૂપિયા, મુંબઈમાં 47,670 રૂપિયા અને કોલકાતામાં 49,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે.

    અમદાવાદ અને વડોદરામાં ગોલ્ડ અને સિલ્વરની કિંમત

    ગૂડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ,  સોમવાર સવારે અમદાવાદ (Ahmedabad Gold Price)માં 22 કેરેટ સોનાની કિંમત 47,070 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 49,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. બીજી તરફ, વડોદરા (Vadodara Gold Price)માં 22 કેરેટ સોનાની કિંમત 46,250 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 47,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, અમદાવાદ અને વડોદરામાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 63,600 રૂપિયા છે.

    8,750 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તક

    નોંધનીય છે કે, જન્માષ્ટમીના દિવસે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનું હાલમાં 47,450 પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. ગયા વર્ષે ગોલ્ડની ઓલટાઇમ હાઇ કિંમત 56,200 પ્રતિ 10 ગ્રામથી હજુ પણ તે 8,750 રૂપિયા નીચે ટ્રેડ થઈ રહ્યું છે. જેથી રોકાણકારોને ભવિષ્યમાં સારા રિટર્ન મળવાની આશા સાથે સોનામાં રોકાણ કરવાની સારી તક મળી રહી છે.

    આ પણ વાંચો, Auto News: અડધાથી ઓછી કિંમત પર ખરીદો Mahindraની સ્કોર્પિયો, XUV500 અને TUV300, જાણો તમામ વિગત

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.

    આ પણ વાંચો, Upcoming IPOs: સપ્ટેમ્બરમાં વધુ બે કમાણી કરવાની તક, જાણો કેટલા રૂપિયાનું કરવું પડશે Investment

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published: