Home /News /business /

Gold Rate: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સોનાની કિંમતમાં આજે પણ મોટો ઉછાળો, ફટાફટ જાણો આજનો ભાવ

Gold Rate: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સોનાની કિંમતમાં આજે પણ મોટો ઉછાળો, ફટાફટ જાણો આજનો ભાવ

સોનાની કિંમત

Gold rate today: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,083 રૂપિયા જોવા મળ્યું હતું.

    નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આજે ફરી એક વખત સોના અને ચાંદીની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ઉછાળા સાથે સોનું ફરી 51 હજાર રૂપિયા અને ચાંદી 66 હજાર રૂપિયાને પાર નીકળી ગયું છે. બીજી તરફ આજે (28 ફેબ્રુઆરી) શેર બજારના ખૂબ ખરાબ શરૂઆત થઈ છે. સવારે 9:40 વાગ્યે સેન્સેક્સમાં 900થી વધારે પોઇન્ટનો કડાકો જોવા મળ્યો હતો. એમસીએક્સ પર સવારે સોનું 1.72 ટકા અને ચાંદી 1.79 ટકા વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં હતાં.

    સોના-ચાંદીની કિંમત

    સવારે 9:30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 862 રૂપિયા એટલે કે 1.72 ટકાના વધારા સાથે 51,083 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 1,162 રૂપિયા એટલે કે 1.79 ટકા વધીને 66,067 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. બજાર નિષ્ણાતોના કહેવા પ્રમાણે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં સોનું બહુ ઝડપથી 52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી શકે છે.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold record price)

    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,083 રૂપિયા જોવા મળ્યું હતું. આ રીતે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 5,117 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)
































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
     ચેન્નાઇ₹47,370₹51,690
    મુંબઈ₹46,340₹50,560
    દિલ્હી₹46,340₹50,560
    કોલકાતા₹46,340₹50,560
    બેંગલુરુ₹46,340₹50,560
    હૈદરાબાદ₹46,340₹50,560
    કેરળ₹46,340₹50,560
    પુણે₹46,440₹50,640
    વડોદરા₹46,370₹50,540
    અમદાવાદ₹46,390₹50,590
    જયપુર₹46,390₹50,590
    લખનઉ₹46,440₹51,710
    કોઈમ્બતુર₹47,370₹51,690
    મદુરાઈ₹47,370₹51,690
    વિજયવાડા₹46,340₹50,560
    પટના₹46,440₹50,640
    નાગપુર₹46,370₹50,540
    ચંદીગઢ₹46,440₹51,710
    સુરત₹46,390₹50,590
    ભુવનેશ્વર₹46,340₹50,560
    મેંગલોર₹46,340₹50,560
    વિશાખાપટ્ટનમ₹46,340₹50,560
    નાશિક₹46,440₹50,640
    મૈસુર₹46,340₹50,560

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: આ અઠવાડિયે શેર બજાર માટે 10 પરિબળ હશે મહત્ત્વના, કરી લો એક નજર

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: LIC આઈપીઓથી રહો દૂર, કંપનીને લિસ્ટિંગ પર પ્રીમિયમ વેલ્યુએશન નહીં મળે: વૈભવ અગ્રવાલ

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર