Gold Silver Price Today: રેકોર્ડ લેવલથી 7,000 રૂપિયા સસ્તું થયું સોનું, ફટાફટ ચેક કરો આપના શહેરનો ભાવ

(પ્રતીકાત્મક તસવીર)

સસ્તી કિંમત પર સોનું અને ચાંદી ખરીદવાનો આ સૌથી સારો સમય છે, જાણો શું કહે છે એક્સપર્ટ્સ

  • Share this:
    નવી દિલ્હી. સસ્તી કિંમત પર સોનું-ચાંદી (Gold Silver Price) ખરીદવાનો આ સૌથી સારો સમય છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવાર 8 જૂન (Gold Price Today) MCX પર સોનાનો ભાવ ઘટ્યો છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ ઘટવાથી સોનાની કિંમત નીચે આવી છે. મંગળવારે એક્સચેન્જ ખુલ્યા બાદ સોના વાયદો ઓગસ્ટ એક્સપાયરી 43 રૂપિયા નીચે 49,100 પર રહ્યો. જ્યારે ઓક્ટોબર એક્સપાયરી 49,403 રૂપિયા પર ચાલી રહ્યો હતો. બીજી તરફ, ચાંદીના ભાવ (Silver Price Today) ઘટ્યા છે. રોઇટર્સના એક રિપોર્ટ મુજબ, કરન્સીના દબાણે પરખવા માટે રોકાણકારો આ સપ્તાહના અંતમાં અમેરિકાના ડેટાની રાહ જોઈ રહ્યા છે.

    રેકોર્ડ લેવલથી 7000 રૂપિયા સસ્તું છે સોનું

    સપાટ ગ્લોબલ રેટ્સની વચ્ચે ભારતમાં સોના અને ચાંદીની કિંમતોમાં આજે ઘટાડો નોંધાયો છે. ગત કારોબારી સત્રમાં MCX પર સોનું વાયદો ઘટીને 49,131 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું. જ્યારે ચાંદીનો ભાવ 0.3 ટકા ઘટીને 71,619 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયું.

    આ પણ વાંચો, Apple iOS 15 લૉન્ચ, ફેસ ટાઇમથી લઈને નોટિફિકેશન સુધી આપના આઇફોનમાં થશે આ મોટા ફેરફાર

    એક્સપર્ટ્સનું કહેવું છે કે સ્થાનિક મોરચે MCX સોનું 49550-49750 સ્તર પર રહેશે. ગત સપ્તાહે મોંઘવારીની ચિંતાઓ પર વૈશ્વિક રેલીની વચ્ચે ભારતીય બજારોમાં સોનું લગભગ પાંચ મહિનાના ઉચ્ચ સ્તર 49,700 રૂપિયા પર પહોંચી ગયું હતું. જોકે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સોનું રેકોર્ડ ઉચ્ચ સ્તરથી લગભગ 7,000 રૂપિયા નીચે છે. ઈન્ટરનેશનલ માર્કેટોમાં હાજર સોનું 1,900 ડૉલર પ્રતિ ઔંસની નજીક છે.

    આ પણ વાંચો, ડાયાબિટીઝ પેશન્ટ માટે ખૂબ ફાયદારૂપ છે જાંબુના બીજ, આવી રીતે કરો ઉપયોગ

    દેશના મુખ્ય શહેરોમાં સોના-ચાંદીના ભાવ જાણો...

    >> ગુડરિટર્ન વેબસાઇટ મુજબ, આજે 24 કેરેટ સોનાની કિંમત 1 ગ્રામ પર 4,851, 8 ગ્રામ પર 38,808, 10 ગ્રામ પર 48,510 અને 100 ગ્રામ પર 4,85,100 ચાલી રહી છે. જો પ્રતિ 10 ગ્રામ જોઈએ તો 22 કેરેટ સોનું 47,510 પર વેચાઈ રહ્યું છે. બીજી તરફ, ચાંદીનો ભાવ 71,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.
    >> દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,950 અને 24 કેરેટનો ભાવ 52,300 રૂપિયા ચાલી રહ્યો છે.
    >> મુંબઈમાં 22 કેરેટ સોનું 47,510 અને 24 કેરેટ સોનું 48,510 પર ચાલી રહ્યું છે.
    >> કોલકાતામાં 22 કેરેટ સોનું 48,030 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનું 50,730 રૂપિયા છે.
    >> ચેન્નઇમાં 22 કેરેટ સોનાની કિંમત 46,050 રૂપિયા છે અને 24 કેરેટ 50,240 રૂપિયા પર છે. આ કિંમતો પ્રતિ 10 ગ્રામ સોનાની છે.
    Published by:Mrunal Bhojak
    First published: