Home /News /business /સોનાના ભાવમાં આજે 5 મહિનાનો સૌથી મોટો સિંગલ-ડે ઉછાળો, ચાંદીમાં પણ આટલી તેજી
સોનાના ભાવમાં આજે 5 મહિનાનો સૌથી મોટો સિંગલ-ડે ઉછાળો, ચાંદીમાં પણ આટલી તેજી
સોનાના ભાવમાં ઉછાળો
MCX પર સોનું લગભગ રૂ. 1,000 વધીને રૂ. 53935 પ્રતિ 10 ગ્રામ થયું હતું. જે લગભગ પાંચ મહિનાનો સૌથી મોટો સિંગલ-ડે ઉછાળો હતો. ચાંદીનો વાયદો 3 ટકા ઊછળીને રૂ. 65,302 પ્રતિ કિલો થયો હતો. રેટમાં વધારો ધીમો પડવાની અપેક્ષા હતી. આ દરમિયાન નવેમ્બરમાં સોનામાં મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો.
નવી દિલ્હીઃ આજે ભારતમાં સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હતો અને ચાંદીમાં પણ તેજી જોવા મળી હતી. ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલે યુએસ સેન્ટ્રલ બેન્ક આ મહિને વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરતાં સોનાના ભાવમાં વધારો થયો છે. છેલ્લા 5 મહિનામાં એક દિવસમાં જોવા મળેલો આ સૌથી મોટો ઉછાળો છે.
MCX પર 1000 રૂપિયાનો વધારો
MCX પર સોનું લગભગ રૂ. 1,000 વધીને રૂ. 53935 પ્રતિ 10 ગ્રામ થયું હતું. જે લગભગ પાંચ મહિનાનો સૌથી મોટો સિંગલ-ડે ઉછાળો હતો. ચાંદીનો વાયદો 3 ટકા ઊછળીને રૂ. 65,302 પ્રતિ કિલો થયો હતો. રેટમાં વધારો ધીમો પડવાની અપેક્ષા હતી. આ દરમિયાન નવેમ્બરમાં સોનામાં મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો. નવેમ્બરમાં સોનાના ભાવમાં લગભગ 5 ટકાનો ઉછાળો આવ્યો હતો. હવે આજે પણ ઉછાળો જોવા મળ્યો છે.
વૈશ્વિક બજારોમાં આજે હાજર સોનું લગભગ 1 ટકા વધીને 1,785.60 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે, તેને ડોલર ઇન્ડેક્સ અને યુએસ બોન્ડ યીલ્ડમાં પુલબેકનો ટેકો મળ્યો છે. નીચા દરો નોન યીલ્ડ સોનાની અપીલને વેગ આપવાનું વલણ ધરાવે છે. બીજી તરફ સોનાનો હરીફ ગણાતો ડોલર લગભગ 1 ટકા ઘટ્યો છે. જેના કારણે ખરીદદારો માટે સોનું ઓછું મોંઘું થયું છે.
ફેડના ચીફની કોમેન્ટના કારણે ગોલ્ડમાં હલચલ
એલકેપી સિક્યોરિટીઝના વીપી રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સોનાના ભાવોને પોવેલના નિવેદનથી સકારાત્મક સંકેતો મળ્યા હતા. આપણે આગળ જતાં નાના વધારાને જોઈશું. ડેટા દર્શાવે છે કે ફુગાવો નીચે આવી રહ્યો છે, જે ધીમા વલણમાં વધારો કરવામાં મદદ કરે છે. શુક્રવારે યુ.એસ. નોન-ફાર્મ પેરોલ ડેટા સોનાની કિંમતો વધારવામાં પ્રોત્સાહન આપશે. ફેડના ચીફની કોમેન્ટના કારણે ગોલ્ડમાં હલચલ જોવા મળી છે. ત્યારે 53,000 અને 1750 ડોલરની કિંમત નવા ટેકા તરીકે કામ કરશે.
તેમણે ઉમેર્યું હતું કે, ઉપરની બાજુએ 1795-1800 ડોલર અને 53,900-54,000 સોના માટે રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. વિશ્વના સોનાના ટોચના ટ્રેડર્સ ચીનના કોવિડ પ્રોટોકોલને પણ ધ્યાનમાં લેશે. ચીન સોનાનું ટોચનું ગ્રાહક રહ્યું છે.
કોટક સિક્યોરિટીઝે જણાવ્યું હતું કે, રેટમાં નાના વધારાની અપેક્ષાએ સોનાના ભાવમાં વધારો કર્યો છે, તેમ છતાં રેટમાં વધારો પૂરો થવાના કોઈ સંકેત ન હોવાના કારણે ઉછાળો મર્યાદિત રહી શકે છે. એમ કહી શકાય કે, આ અઠવાડિયાના અંતમાં પેરોલ પ્રિન્ટ પર તેમજ નવેમ્બર ફુગાવાના અહેવાલ તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. રોકાણની માંગ ઘટી છે. નજીકના ગાળાનો આઉટલૂક હકારાત્મક રહે, પરંતુ વેપારીઓ આગળની રણનીતિ નક્કી કરવા ડેટા પ્રિન્ટ્સને ધ્યાનમાં લેશે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર