Gold Prices: કોમોડિટી બજારના નિષ્ણાંતો અનુસાર ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળો આવવાને કારણે સોનાની કિંમતમાં તેજી જોવા મળી રહી છે. તેમણે જણાવ્યું કે, ગયા સપ્તાહે કાચા તેલની કિંમતમાં 12 ટકાનો વધારો જોવા મળ્યા છે, જેના કારણે વૈશ્વિક મંદી આવી શકે છે. સોનાની કિંમત 1,780 ડોલર થવાની સંભાવના છે તથા MCX પર પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત રૂ. 53,000 સુધી પહોંચી શકે છે.
નવી દિલ્હીઃ ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થવાને કારણે ઈન્ફ્લેશનની પરિસ્થિતિ ઊભી થઈ છે. જેના કારણે સતત બીજા સપ્તાહે સોનાની કિંમતમાં વધારો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 10 ગ્રામ સોનાની કિંમત રૂ. 51,999 જોવા મળી છે. ગત શુક્રવારે આ સોનાની કિંમત રૂ. 50,027 હતી. જેથી એક સપ્તાહમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમતમાં રૂ.1,972 વધારો થયો છે. ડોલર અનુસાર, સોનાની કિંમત જોવામાં આવે તો આ સપ્તાહે પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 1,693 ડોલર નોંધવામાં આવી છે. ગયા શુક્રવારે પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 1,660 ડોલર નોંધવામાં આવી હતી, જેથી એક સપ્તાહમાં 33 ડોલરનો વધારો થયો છે.
ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળો આવવાને કારણે સોનાની કિંમતમાં તેજી
કોમોડિટી બજારના નિષ્ણાંતો અનુસાર ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળો આવવાને કારણે સોનાની કિંમતમાં તેજી જોવા મળી રહી છે. તેમણે જણાવ્યું કે, ગયા સપ્તાહે કાચા તેલની કિંમતમાં 12 ટકાનો વધારો જોવા મળ્યા છે, જેના કારણે વૈશ્વિક મંદી આવી શકે છે. સોનાની કિંમત 1,780 ડોલર થવાની સંભાવના છે તથા MCX પર પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત રૂ. 53,000 સુધી પહોંચી શકે છે. MCX પર સોનાની કિંમત રૂ. 51,200થી રૂ. 51,000ના સ્તર સુધી પહોંચે તો તેની ખરીદી કરી શકાય છે.
સોનાની કિંમતમાં વધારો થવાના કારણ
રેલિગર બ્રોકિંગના કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચના વાઈસ પ્રેસિડેન્ટ સુગંધા સચદેવાએ સોનાની કિંમતમાં વધારો થવાના કારણો અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, સતત બીજા સપ્તાહે સોનાની કિંમતમાં 3.54 ટકાનો વધારો થયો છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં 12 ટકાનો વધારો થયો, જેના કારણે મંદીની આશંકા વર્તાવા લાગી, જેના કારણે સોનાની કિંમતમાં ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બજારમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 1,740 ડોલર જોવા મળી છે. ડોમેસ્ટીક માર્કેટમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત રૂ. 52,100 જોવા મળી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ફેડ અધિકારીઓના નિવેદન અનુસાર ફેડ પોતાના વધુ કડકાઈભર્યા નિયમો લાગુ કરે તેવું લાગતું નથી. સપ્ટેમ્બર અનુસાર US જોબના રિપોર્ટે ફરીએકવાર ડોલર ઈન્ડેક્ષ પર વધુ ભાર મૂક્યો છે. અમેરિકી અર્થવ્યવસ્થાએ 2,50,000 નોકરીની સરખામણીએ વધુ 2,63,000 નોકરીઓનો ઉમેરો કર્યો છે. ઓગસ્ટમાં બેરોજગારીનો દર 3.7 ટકાથી ઓછો થઈને 3.5 ટકા થઈ ગયો છે.
US જોબ ડેટાની US ફેડ દરની વૃદ્ધિ પર અસર
પ્રભુદાસ લીલાધરમાં અર્થશાસ્ત્રી અને ક્વાંટ એનાલિસ્ટ ઋતિકા છાબરાએ આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, US જોબ ડેટાની સોનાની કિંમત પર અસર થશે. તેમણે જણાવ્યું કે, ‘સપ્ટેમ્બરમાં અમેરિકામાં બિન કૃષિ પેરોલ 2,63,000 સુધી વધી ગયો છે, જે બજારની અપેક્ષા કરતા 2,55,000થી વધુ છે. બેરોજગારી દર 3.7 ટકાથી ઘટીને 3.5 ટકા થઈ ગયો છે. વિશેષરૂપે હોસ્પિટાલિટી, આરોગ્ય, શ્રમ ક્ષેત્રમાં નોકરીની તક વધી રહી છે. ફેડને આ રિપોર્ટ પસંદ આવી રહ્યો નથી. શ્રમ બજારમાં આપવામાં આવતી શ્રમ કિંમતને અવોઈડ કરવા અને શ્રમ ક્ષેત્રે મંદી ન આવે તે માટે ઉચ્ચ વેતનની માંગણી કરે છે. બજાર 2 નવેમ્બરથી FOMCની આગામી બેઠકમાં 75 bpsની વૃદ્ધિ કરી રહ્યા છે.’
IIFL સિક્યોરિટીઝના રિસર્ચ અનુજ ગુપ્તાએ US જોબ ડેટા અપબીટ થયા બાદ સોનાની કિંમતમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, સોનાની કિંમતો લગભગ એક મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. ફેડ વ્યાજ દરમાં વૃદ્ધિ કરવાનો અને ઈન્ફ્લેશનને નિયંત્રણમાં રાખવાનો નિર્ણય કરી શકે છે. આ કારણોસર આગામી સપ્તાહની શરૂઆતમાં સોનાની કિંમતમાં વધારો થતા નફો થઈ શકે છે. દીવાળી 2022 સુધીમાં સોનાની કિંમત 1,760 ડોલર અથવા 1,780 ડોલર થઈ શકે છે. MCX પર પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત રૂ. 53,000 સુધી પહોંચી શકે છે.
સુગંધા સચદેવાએ પણ જણાવ્યું છે કે, સોનાની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. શ્રમ બજારમાં આકર્ષક વૃદ્ધિ જોવા મળી શકે છે. પ્રતિ 10 ગ્રામ સોનુ રૂ. 51,200 અથવા રૂ. 51,000 અથવા 1,680 ડોલરના ભાવમાં ખરીદવું જોઈએ. વધુમાં વધુ આવનારા દિવસોમાં પ્રતિ 10 ગ્રામ સોનુ રૂ. 52,700 અથવા 1,780 ડોલરના ભાવે ખરીદી શકાય છે. આ કિંમતો ફેડની પોલિસી મીટિંગમાં ચર્ચા કરવામાં આવે તે અનુસાર નક્કી કરવામાં આવશે.
(નોંધ: અહીં જે પણ મંતવ્યો અને વિચારો જણાવવામાં આવ્યા છે, તે નિષ્ણાંતોના અંગત વિચાર છે.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર