એક માસમાં રૂ.1900 સસ્તું થયું સોનું, જાણો ક્યારે છે સોનું ખરીદવાની સારી તક

આ સાથે જ જ્વેલર્સને આશા છે કે ધનતેરસ અને દિવાળી પહેલા સોનાની છૂટક ખરીદીમાં તેજી જોવા મળશે.

ankit patel
Updated: October 20, 2019, 5:53 PM IST
એક માસમાં રૂ.1900 સસ્તું થયું સોનું, જાણો ક્યારે છે સોનું ખરીદવાની સારી તક
પ્રતીકાત્મક તસવીર
ankit patel
Updated: October 20, 2019, 5:53 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ દિવાળી પહેલા સોનાની કિંમતોમાં (Gold Price) સતત ઘટોડા થતો જોવા મળે છે. ગત સપ્તાહે આ સ્થિતિ યથાવત રહી હતી. શુક્રવારે દિવસભરના કારોબાર બાદ MCX ઉપર ગોલ્ડ ફ્યૂચર (Gold Future Rate) 106 રૂપિયા એટલે કે 0.28 ટકા પ્રતિ 10 ગ્રામ સસ્તું થઇને 38,090 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગત સપ્તાહના અંતમાં MCX ઉપર ચાંદી 0.1 ટકા ઘટીને 45,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર ઉપર બંધ થઇ હતી. ગ્લોબલ માર્કેટમાં પણ સોનાના ભાવ 0.32 ટકા ઘટીને 1493 ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદીનો ભાવ 0.24 ટકા ઘટીને 17.57 ડૉલર પ્રતિ ઔંસ રહી હતી.

ગત એક મહિનામાં સોનું રૂ.1900 સસ્તું થઇ ચૂક્યું છે
ગત મહિને સોનાનો ભાવ આશરે રૂ.40,000 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યું હતું. આ મહિને રૂ.1900 પ્રતિ 10 ગ્રામનો ઘટાડો આવ્યો છે. આ સાથે જ જ્વેલર્સને આશા છે કે ધનતેરસ અને દિવાળી પહેલા સોનાની છૂટક ખરીદીમાં તેજી જોવા મળશે.

આ પણ વાંચોઃ-મોદી સરકારની ખાસ સ્કીમ, રોજનો રૂપિયો ખર્ચ કરવાથી મળશે 2 લાખ રૂપિયા

વૈશ્વિક કારણોના કારણે સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ
વિતેલા કેટલાક દિવસો દરમિયાન ગ્લોબલ ઇકવિટી ઇન્ડેક્સમાં તેજીના કારણે સોનાના ભાવ એક સીમિત દાયરામાં જ રહ્યા છે. તેનાથી ઉલટું વૈશ્વિક બજારમાં સુસ્તીના કારણે સોનાની કિંમતોમાં સપ્રોટ જોવા મળ્યો છે. અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉર અને બ્રેગ્ઝિટને લઇને અનિશ્વિતત્તાના કારણે કરંસી માર્કેટમાં (Currency Market) ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ કારણે ડૉલરની મંદીમાં સોનાના ભાવમાં અસપ જોવા મળે છે.
Loading...

આ પણ વાંચોઃ-PMC બેંક બાદ હવે આ બેંકનું રૂ.11,000 કરોડનું કૌભાંડ, 16 જગ્યાએ ACBની રેડ

ભાવમાં ઘટાડાના કારણે વેચાણ વધશે
લાઇવમિન્ટે પોતાની એક રિપોર્ટમાં કોટક સિક્યોરિટીઝના એક એનાલિસ્ટનો હવાલો આપતા લખ્યું છે કે, આગામી દિવસોમાં આર્થીક આંકડા, વ્યાપાર અને ભૂ રાજનીતિક ડેવલોપમેન્ટ જોતા સોનાની કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. પંરંતુ આર્થીક સુસ્તી અને ભૂ રાજનીતિક દબાણથી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળશે. એવી આશા છે કે, સોનાના ભાવમાં નરમીના કારણે સોનાના વેચાણમાં તેજી આવી શકે છે.

આ પણ વાંચોઃ-હજી સુધી Income tax Return નથી ભર્યું? તો જલદી કરો, આ છે છેલ્લી તારીખ

આ સપ્તાહે ગોલ્ડ બોન્ડમાં રોકાણની તક
આ સપ્તાહે કેન્દ્ર સરકાર ગોલ્ડ બોન્ડની પોતાની એપને સક્સક્રિપ્શન માટે બજારમાં લાવશે. સૉવરેન ગોલ્ડ બોન્ડ 2019-20 સિરિઝ 6 કીશની શરૂઆત 21 ઑક્ટોબરે થશે.જે 25 ઑક્ટોબર સુધી ખુલ્લી રહેશે. આ ગોલ્ડ બૉન્ડમાં ન્યૂનતમ રોકાણ 1 ગ્રામ સોના માટે થઇ શકે છે. રિઝર્બ બેન્કે આ વખતે એક ગ્રામ ગોલ્ડ બૉન્ડનો ભાવ 3835 રૂપિયા રાખ્યો છે. જેમાં ઑનલાઇન રોકાણ કરનાર રોકાણકારોને પ્રતિ ગ્રામ પર 50 રૂપિયાની છૂટ મળશે.
First published: October 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...