Gold Silver Price: 9000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું, જાણો રોકાણ કરવું જોઈએ કે નહીં

Gold Silver Price: વિશેષજ્ઞોના મત મુજબ, ટૂંક સમયમાં સોનું 50,000 રૂપિયા પર પહોંચી જશે, રોકાણ કરવાની સુવર્ણ તક

Gold Silver Price: વિશેષજ્ઞોના મત મુજબ, ટૂંક સમયમાં સોનું 50,000 રૂપિયા પર પહોંચી જશે, રોકાણ કરવાની સુવર્ણ તક

  • Share this:
    Gold Silver Price: બુધવાર સાંજે માર્કેટ બંધ થયું તે સમયે સોના અને ચાંદીના વાયદા બજારમાં જોરદાર કડાકો જોવા મળ્યો હતો. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર ઓક્ટોબર વાયદાનું સોનું (Gold Price) 0.29 ટકા એટલે કે 139 રૂપિયાના ઘટાડાની સાથે 47,141 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું હતું. બીજી તરફ, ચાંદી (Silver Price) સપ્ટેમ્બર વાયદામાં 1.26  ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. MCX પર 794 રૂપિયાના કડાકા સાથે સિલ્વર વાયદો 62,432 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થયું હતું. આમ સોનું ઓગસ્ટ 2020ના ઉચ્ચતમ સ્તર 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લગભગ 9000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    50,000 રૂપિયા સુધી જશે સોનું

    વિશેષજ્ઞોના મત મુજબ, ટૂંક સમયમાં સોનું 50,000 રૂપિયા પર પહોંચી જશે. એવામાં રોકાણના હિસાબથી આ ઉત્તમ સમય છે. રોકાણકારો યલો મેટલમાં રોકાણ કરી શકે છે. બીજી તરફ, કોઈ રોકાણકારે પહેલાથી જ સોનામાં રોકાણ કરેલું છે તો હાલ હોલ્ડ કરવાથી ફાયદારૂપ સાબિત થઈ શકે છે.

    અમદાવાદ અને વડોદરામાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત

    ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, અમદાવાદ (Ahmedabad Gold Price)માં 22 કેરેટ સોનાની કિંમત 46,810 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 48,780 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. બીજી તરફ, વડોદરા (Vadodara Gold Price)માં 22 કેરેટ સોનાની કિંમત 46,080 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 47,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    આ પણ વાંચો, Yamaha Motors પોતાના સ્કૂટરો પર આપી રહી છે ખાસ ઓફર્સ, 999ના ડાઉન પેમેન્ટ પર લઈ જાઓ ઘરે

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો, Amazon Mobile Saving Days: સ્માર્ટફોન ખરીદવાની મોસમ ખીલી, આવી રીતે મેળવો દમદાર ડિસ્કાઉન્ટ

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: