Gold હજુ પણ આપશે જબરદસ્ત કમાણીનો મોકો! 5500 ડોલર સુધી પહોંચી શકવાની આશા

પ્રતિકાત્મક તસવીર

Jefferiesના ગ્લોબલ ઈક્વિટી હેડ ક્રિસ્ટોફર વુડનું કહેવું છે કે, સોનાના ભાવમાં તેજી ચાલુ રહેશે, અને તે 5500 ડોલર પ્રતિ આઉન્સના સ્તર પર પહોંચી શકે છે

  • Share this:
    નવી દિલ્હી : corona વાયરસ મહામારી વચ્ચે સોનાના ભાવમાં સલંગ તેજી જોવા મળી રહી છે અને તે પહેલા જ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. હવે Jefferiesના ગ્લોબલ ઈક્વિટી હેડ ક્રિસ્ટોફર વુડનું કહેવું છે કે, સોનાના ભાવમાં તેજી ચાલુ રહેશે, અને તે 5500 ડોલર પ્રતિ આઉન્સના સ્તર પર પહોંચી શકે છે. હાલના સ્તરે જોઈએ તો, તે 180 ટકા વધારે છે, જ્યારે 2020ના શરૂઆતમાં વુડ દ્વારા જ લગાવવામાં આવેલા અનુમાનથી 31 ટકાથી વધારે છે. આ વર્ષના શરૂઆતમાં વુડે અનુમાન લગાવ્યું હતું કે, ગોલ્ડનો ભાવ 4200 ડોલર પ્રતિ આઉન્સ સુધી પહોંચી શકે છે. તેમણે આ અનુમાન અમેરિકન કેપિટા ડિસ્પોઝેબલ ઈનકમના આધારે લગાવ્યો હતો. આ જાન્યુઆરી 1980માં સોનાના ભાવ 850 ડોલર પ્રતિ આઉન્સના આધાર પર કેલ્ક્યુલેટ કરવામાં આવ્યા હતા.

    શું છે વુડનો તર્ક?

    વુડે ઈન્વેસ્ટર્સને લખેલી એક નોટમાં પોતાના આ અનુમાનનું તર્ક આપ્યું છે કે, તે દરમિયાન ગોલ્ડનો ભાવ યુએસ ડિસ્પોઝેબલ ઈનકમ પર કેપિટાના 9.9 ટકા હતો, જે 8547 ડોલર પર હતો. હાલમાં યુએસમાં સોનાનો ભાવ 1952 ડોલર આસપાસ છે. જાન્યુઆરી 1980ના 9.9 ટકાના સ્તર પર પહોંચવા માટે ગોલ્ડનો ભાવ 5345 ડોલર હોવો જોઈએ. તેનો મતલબ છે કે, 5500 ડોલર પ્રતિ આઉન્સનો ભાવ હાલની સ્થિતિને જોતા તર્કસંગત છે.

    ડોલરમાં નબળાઈ અને ઓછા વ્યાજ દરથી સોનાની માંગમાં તેજી

    ક્રેડિટ સુઈસ વેલ્થ મેનેજમેન્ટના ઈન્ડીયા ઈક્વિટી હેડ જિતેન્દ્ર ગોહિલે પ્રેમલ કામદાર સાથે એક આર્ટિકલમાં લખ્યું છે કે, કોવિડ-19ને લઈ અનિશ્ચિતતા હજુ પણ અકબંધ છે, અને કેટલાક દેશોમાં સંક્રમણની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેનાથી સોનાની માંગ વધશે. ઈટીએફ ઈનપ્લોમાં એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, નબળા ડોલર અને વ્યાજદરોમાં ઘટાડાથી આ માહોલમાં ગોલ્ડને લઈ સકારાત્મક પરિદરશ્ય છે.

    ઓગસ્ટ 2020માં 2070 ડોલર પ્રતિ આઉન્સના ઉચ્ચતમ સ્તરથી ગોલ્ડમાં અત્યાર સુધીમાં 6 ટકાનો ઘટાડો આવી ચુક્યો છે. જોકે, ગત એક વર્ષમાં ગોલ્ડમાં અત્યાર સુધીમાં 30 ટકા તેજી જોવા મળી છે. ઈયર-ટૂ-ડેટના આધાર પર આ તેજી 27 ટકાની છે.

    ફિઝિકલ ગોલ્ડની માંગમાં મોટો ઘટાડો

    વુડનું કહેવું છે કે, ઉભરતા બજારમાં ફિઝિકલ ગોલ્ડની માંગમાં ઘટાડો આવ્યો છે. ખાસરીતે ભારતમાં. ભારતમાં કન્ઝ્યુમર ગોલ્ડની માંગ 70 ટકા સુધી ઓથી રહી. વર્ષ દર વર્ષના હિસાબે તેમાં 64 ટકાનો ઘટાડો આવ્યો છે. આ ગત વર્ષની બીજી ત્રિમાસિકની તુલનામાં આ વર્ષની બીજી ત્રિમાસિકનો આંકડો છે. ગત વર્ષની પ્રથમ છમાસિકની તુલનામાં આ વર્ષની પ્રથમ છમાસિકમાં આ 166 ટકા ઓછો છે. YoYના આધાર પર ચીન અને મીડલ ઈસ્ટમાં પણ કન્ઝ્યુમર ગોલ્ડની માંગમાં ઘટાડો નોંધાયો છે. બંને દેશોમાં આ ઘટાડો ક્રમશ: 48 ટકા અને 34 ટકા છે.
    Published by:kiran mehta
    First published: