Home /News /business /

Gold Price Today: 9000 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તક! આજે પણ કિંમતોમાં નરમાઈ

Gold Price Today: 9000 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તક! આજે પણ કિંમતોમાં નરમાઈ

મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનું 47,309 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર કારોબાર કરી રહ્યું હતું, ચાંદીમાં 0.35 ટકાનો વધારો

મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનું 47,309 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર કારોબાર કરી રહ્યું હતું, ચાંદીમાં 0.35 ટકાનો વધારો

    નવી દિલ્હી. સોનાની કિંમતો (Gold Price Today)માં આજે પણ નરમાઈ જોવા મળી રહી છે. નબળા ગ્લોબલ માર્કેટની વચ્ચે ઈન્ડિયન માર્કેટમાં પણ સોનાની કિંમતોમાં ઘટાડો થયો છે. બીજી તરફ, ચાંદી (Silver Price Today) આજે 70 હજાર રૂપિયાની ઉપર કારોબાર કરી રહી છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સોનું 47,309 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર કારોબાર કરી રહ્યું છે. બીજી તરફ , ચાંદી 0.35 ટકાના વધારા સાથે 70,425 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયું છે. સોનું હાલના સમયે પણ પોતાના ઓલટાઇમ હાઇ રેકોર્ડથી લગભગ 9000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    નોંધનીય છે કે, ગોલ્ડે ઓગસ્ટ 2020માં ઓલટાઇમ હાઇ રેકોર્ડ બનાવ્યો હતો. તે સમયે સોનું 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર સુધી પહોંચી ગયું હતું. ત્યારબાદ હજુ સુધી સોનાએ રેકોર્ડ લેવલને સ્પર્શ નથી કર્યો.

    5 જુલાઈ 2021એ 9:30 વાગ્યે ઈન્ડિયન બુલિયન માર્કેટમાં ગોલ્ડનો ભાવ- ગોલ્ડ 24 કેરેટ 10 ગ્રામનો ભાવ-56,558 રૂપિયા, ગોલ્ડ 22 કેરેટ 10 ગ્રામનો ભાવ-51,845 રૂપિયા

    આ પણ વાંચો, રાતોરાત લખપતિ બનાવી શકે છે આ 50 પૈસાનો સિક્કો, જાણો કેવી રીતે અને ક્યાં વેચશો

    5 જુલાઈ 2021એ 9:30 વાગ્યે ઈન્ડિયન બુલિયન માર્કેટમાં સિલ્વરનો ભાવ- Silver 999 Fine એક કિલોગ્રામનો ભાવ 70,870 રૂપિયા

    ગ્લોબલ માર્કેટમાં પણ નબળાઈ

    આ ઉપરાંત, ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો સોનાની કિંમતોમાં ઘટાડો આવ્યો છે. હાજર સોનું 0.1 ટકાના ઘટાડાની સાથે 1785.41 ડૉલર પ્રતિ ઔંસના લેવલ પર હતું. અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 0.2 ટકા ઘટીને 26.40 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગયું, જ્યારે પ્લેટિનમ 0.3 ટકાના ઘડાની સાથે 1,086.49 ડૉલર પર આવી ગયું છે.

    આ પણ વાંચો, Petrol-Diesel Price Today: સતત મોંઘું થઈ રહ્યું છે પેટ્રોલ, દિલ્હીમાં પણ 100 રૂપિયાની નજીક પહોંચ્યો ભાવ

    સોનામાં રોકાણ કરવાની સુવર્ણ તક

    હાલના સમયમાં સોનું રેકોર્ડ લેવલથી 9,000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. પરંતુ આવનારા દિવસોમાં ટ્રેન્ડ રિવર્સલ બાદ ઝડપથી તેની કિંમત પલટાઇ જશે અને તે મોંઘી થઈ જશે. તેથી સોનામાં રોકાણ કરીને સારી કમાજ્ઞી કરી શકાય છે. નોંધનીય છે કે ગયા વર્ષે સોનાએ 28 ટકા સુધીનું રિટર્ન આપ્યું હતું. તેના એક વર્ષ પહેલા પણ સોનાનું રિટર્ન લગભગ 25 ટકા હતું. જો તમે લાંબા સમય માટે રોકાણ કરવા માંગો છો તો સોનું ખૂબ સુરક્ષિત અને સારું વિકલ્પ છે.

    જૂન મહિનામાં સોના અને ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?

    એચડીએફસી સિક્યુરિટીઝ મુજબ, જૂન મહિનામાં સોનું 2725 રૂપિયા સસ્તું થઈ ચૂક્યું છે. બીજી તરફ, આ અવધિમાં ચાંદી 71,850 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઘટીને 68,148 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર આવી ગઈ છે. એટલે કે જૂન મહિનામાં ચાંદી લગભગ 3700 રૂપિયા સસ્તી થઈ ચૂકી છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Business news, Gold price, Gold rates, Good Returns, Investment, Multi Commodity Exchange, Profit, Silver price, Silver Rates

    આગામી સમાચાર