Home /News /business /Gold price: સોનાની કિંમતમાં ઉછાળો, શું અત્યારે ખરીદીનો ગોલ્ડન ચાન્સ?

Gold price: સોનાની કિંમતમાં ઉછાળો, શું અત્યારે ખરીદીનો ગોલ્ડન ચાન્સ?

સોનાની કિંમતમાં ઉછાળો

આ કારણે રોકાણકારોએ ફરી એકવાર સોનાને 'સેફ હેવન' તરીકે જોવાનું શરૂ કર્યું છે

  દિલ્હી: સોનાના દરમાં સતત બીજા સપ્તાહે તેજી (Gold rates rally) ચાલુ રહી છે. જેની પાછળ અમેરિકામાં વ્યાજદરમાં વધારા અને સતત બીજા ત્રિમાસિક ગાળામાં યુએસ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના ડેટામાં ઘટાડા અંગે યુએસ ફેડ (US Fed)નું હળવું વલણ કારણભૂત હોવાનું માનવામાં આવે છે. સોનાનો ઓગસ્ટ ફ્યુચર કોન્ટ્રાક્ટ (August future contract of Gold) શુક્રવારે રૂ.125 વધીને રૂ.51430ના સ્તરે બંધ રહ્યો હતો જ્યારે સ્પોટ ફોલ્ડનો ભાવ 0.52 ટકાના વધારા સાથે 1765 ડોલર પ્રતિ ઔંસના સ્તરે બંધ રહ્યો હતો.

  Livemeantના અહેવાલ મુજબ કોમોડિટી બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, યુએસ ફેડે વ્યાજના દરમાં વધારા અંગે પોતાનું વલણ બદલીને હોકિશથી હળવા હોકિશ અને સતત બીજા ત્રિમાસિક ગાળામાં નબળા યુએસ જીડીપી ડેટાએ ડોલર ઇન્ડેક્સને તેના 20 વર્ષના ઉચ્ચતમ સ્તરેથી 109.30 ડોલરના સ્તરેથી નીચે ખેંચી લીધો છે. યુએસ સેન્ટ્રલ બેંક દ્વારા ડોલર ઇન્ડેક્સમાં ફેરફાર અને હળવા હોકિશ ટોન બાદ બોન્ડ યીલ્ડમાં પણ ઘટાડો થયો છે.

  આ કારણે રોકાણકારોએ ફરી એકવાર સોનાને 'સેફ હેવન' તરીકે જોવાનું શરૂ કર્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, સોના માટે એકંદરે વલણ હકારાત્મક રહેવાની ધારણા છે અને ટૂંકા ગાળામાં સ્પોટ માર્કેટમાં સોનાના ભાવ 1800 ડોલરની સપાટીએ પહોંચી શકે છે, જ્યારે MCX પર તે રૂ. 52300ના સ્તરે જવાની ધારણા છે.

  આ પણ વાંચો: આ 5 શેરોએ રોકાણકારોને કર્યા માલામાલ, શું તમારા પોર્ટફોલિયોમાં છે સામેલ?

  વ્યાજના દરમાં વધારા અંગે યુએસ ફેડનું હળવું વલણ

  સોનાના ભાવમાં ઉછાળાના કારણો પર વાત કરતા રેલિગેર બ્રોકિંગના કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ સુગંધા સચદેવાએ જણાવ્યું હતું કે, સોનાના ભાવમાં સપ્તાહ દરમિયાન આશરે 2.39 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, અગાઉના સપ્તાહની સકારાત્મક ગતિને આગળ ધપાવી હતી, જે દર વધારા પર યુએસ ફેડના હળવા હોકિશ ટોનથી પ્રેરિત હતી. બીજી તરફ US સેન્ટ્રલ બેંકે સતત બીજા મહિને તીવ્ર ફુગાવા સામેની તેની લડાઈમાં ટકાવારી પોઇન્ટના દરમાં ત્રણ ચતુર્થાંશ વધારો કર્યો હતો.

  આ દરમિયાન ફેડે આર્થિક પ્રવૃત્તિમાં નરમાઇનો સ્વીકાર કર્યો હતો. જેણે ભવિષ્યમાં ઝડપી દર વધારા અંગેની ચિંતાઓને શાંત કરી હતી અને સેફ-હેવન તરીકે સોનામાં ખરીદીને પ્રોત્સાહન આપ્યું હતું. આ ઉપરાંત ડોલર ઇન્ડેક્સમાં સતત બીજા સપ્તાહે પણ મંદી જોવા મળી હતી, જેના કારણે સોનાના ભાવને ટેકો મળ્યો હતો.

  અમેરિકાના જીડીપી ડેટા

  રેલિગેરના વિશ્લેષકે ઉમેર્યું હતું કે, યુએસ જીડીપી 0.5 ટકાના વધારાની અપેક્ષા હતી પણ તે સંભવતઃ બીજા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 0.9 ટકાના દરે ઘટ્યો છે. જેથી સોનાની ખરીદીને વધુ વેગ મળ્યો છે. વધતા જતા ભાવોના દબાણ અને મુશ્કેલ નાણાકીય પરિસ્થિતિ વચ્ચે વૃદ્ધિની ગતિ ઘટી રહી છે, ત્યારે ફેડ અર્થતંત્ર માટે હાર્ડ લેન્ડિંગ ટાળવા માટે અગાઉની અપેક્ષા મુજબ સુપર-સાઇઝ રેટ વધારાથી પીછેહઠ કરી શકે એવી અટકળો ચાલી રહી છે.

  ડોલર ઇન્ડેક્સમાં નબળાઈ

  સોનામાં બુલ્સના હિતને આકર્ષિત કરવાના કારણ પર પ્રકાશ પાડતા IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડન્ટ - રિસર્ચ અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, વ્યાજના દર પર યુએસ ફેડના સૂરમાં ફેરફાર અને સતત બીજા ત્રિમાસિક ગાળા માટે યુએસ જીડીપીમાં નરમાઇના કારણે કરન્સી બજારોમાં અને ખાસ કરીને ડોલરની પોઝિશનમાં પ્રોફિટ-બુકિંગ શરૂ થયું છે. આને પગલે ડોલર ઇન્ડેક્સ પખવાડિયામાં જ 20 વર્ષની ઊંચી સપાટી 109.30ના સ્તરેથી ઘટીને 106ની સપાટીથી નીચે આવી ગયો હતો.

  તેમણે વધુમાં કહ્યું કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે ટૂંકા ગાળામાં ડોલર ઇન્ડેક્સ 105ના સ્તરથી નીચે જશે. યુ.એસ.ની મંદીના ડર અને અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાના વિચલનથી ટૂંકા ગાળામાં સોનાના ભાવમાં ઉછાળો રહેવાની ધારણા છે.

  તેઓનું માનવું છે કે, ડોલરના ભાવમાં ઘટાડાથી સોનાના ભાવમાં વધુ વધારો થવાની ધારણા છે અને સ્પોટ માર્કેટમાં તે 1800 ડોલર પ્રતિ ઔંસની સપાટીની આસપાસ જઇ શકે છે જ્યારે MCX સોનાના ભાવ નજીકના ગાળામાં રૂ. 52,000ની સપાટીને પાર કરે તેવી અપેક્ષા છે.

  ભવિષ્યમાં સોનાની કિંમતનો અંદાજ

  નજીકના ગાળા માટે સોનાના ભાવના આઉટલુક પર વાત કરતા રેલિગેર બ્રોકિંગના સુગંધા સચદેવાએ જણાવ્યું હતું કે, પ્રાઇસ સેટઅપની વાત કરીએ તો, સોનું 1680 ડોલર પ્રતિ ઔંસના સ્તરે મજબૂત ફ્લોર પર પહોંચવામાં સફળ રહ્યું છે અને જોરદાર ખરીદી માટે આકર્ષણ જમાવ્યું છે.

  આગળ જતાં સોનાનું આઉટલુક નજીકના ગાળા માટે હકારાત્મક રહે છે અને સોનામાં વધુ ઊથલપાથલની અપેક્ષા રાખીએ છીએ. આ શરૂઆતમાં 1785 ડોલર પ્રતિ ઔંસના સ્તર તરફ હતી અને ત્યારબાદ $1810 પ્રતિ ઔંસના સ્તરે છે. આગામી દિવસોમાં સ્થાનિક બજારોમાં ગોલ્ડ રૂ. 52,300થી રૂ. 52,700 પ્રતિ 10 ગ્રામની સપાટીની તરફ આગેકૂચ કરી શકે છે. જેમાં રૂ. 50,200 પ્રતિ 10 ગ્રામનો સપોર્ટ જોવા મળશે, જ્યારે મુખ્ય કુશન એરિયા રૂ.48,800 પ્રતિ 10 ગ્રામના સ્તરે રહેશે.
  First published:

  Tags: Business news, Gold price, MCX

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन