Gold Silver Price Today: આજે સોનાના ભાવમાં આવી 0.44 ટકાની તેજી, ફટાફટ ચેક કરો 10 ગ્રામ ગોલ્ડના ભાવ

Gold Silver Price Today: ગોલ્ડમાં રોકાણ કરવાની સુવર્ણ તક, ઉચ્ચતમ સ્તરથી હજુ પણ 8,412 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું મળી રહ્યું છે

Gold Silver Price Today: ગોલ્ડમાં રોકાણ કરવાની સુવર્ણ તક, ઉચ્ચતમ સ્તરથી હજુ પણ 8,412 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું મળી રહ્યું છે

  • Share this:
    Gold Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં આજે ફરી એક વાર સામાન્ય વધારો જોવા મળ્યો છે. ઈન્ડિયન માર્કેટમાં આજે ગોલ્ડે તેજી (Gold Price Today) સાથે કારોબાર શરૂ કર્યો. MCX પર આજે સોનું વાયદો 0.44 ટકાના વધારા સાથે 47,788 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. બીજી તરફ, ચાંદી (Silver Price Today) 1.24 ટકા વધીને 67,210 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર પહોંચી ગઈ છે.

    હજુ પણ રેકોર્ડ લેવલથી ઘણી સસ્તું

    MCX પર ઓગસ્ટ 2020માં 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 52,200 રૂપિયાન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો. MCX અનુસાર આજે સોનું 47,788 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે, એટલે કે હજુ પણ ગોલ્ડ પોતાના ઉચ્ચતમ સ્તરથી 8,412 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    ગુરૂવાર સવારે GoldPrice.org મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય સમય મુજબ સવારે 8.37 વાગ્યે MCX પર ગોલ્ડમાં 0.91 ટકાની તેજી જોવા મળી અને તેનો ભાવ 1816.13 ડૉલર પ્રતિ ઔંસના સ્તર પર છે. બીજી તરફ, ચાંદીમાં 1.96 ટકાની મોટી તેજી જોવા મળી રહી છે અને સિલ્વર 25.22 ડૉલર પ્રતિ ઔંસના સ્તર પર ચઢી ગઈ છે.

    અમદાવાદમાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 47,300 રુપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 49,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    આ પણ વાંચો, Earn Money: ગૂગલથી તમે દર મહિને ઘરે બેઠા કમાઈ શકો છો 50 હજાર રૂપિયા, જાણો શું કરવું પડશે?

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ- નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો, નોકિયાએ લોન્ચ કર્યા બે નવા સ્માર્ટફોન Nokia XR20 અને Nokia C30, જાણો કિંમત અને ફિચર્સ


    ગોલ્ડ દર વર્ષે આપી રહ્યું છે શાનદાર રિટર્ન- સોનાએ વર્ષ 2020 દરમિયાન રોકાણકારોને 28 ટકા રિટર્ન આપ્યું છે. બીજી તરફ, વર્ષ 2019માં પણ ગોલ્ડનું રિટર્ન લગભગ 25 ટકા રહ્યું હતું. જો તમે લોન્ગ ટર્મ માટે રોકાણ કરી રહ્યા છો તો સોનું હજુ પણ રોકાણ માટે ખૂબ સુરક્ષિત અને સારો વિકલ્પ છે. આવનારા દિવસોમાં સોનાની કિંમતોમાં તેજી આવી શકે છે. એવામાં હજુ રોકાણ કરીને તમે સારો નફો કરી શકો છો. બીજી તરફ, ચાંદીમાં રોકાણ પણ ફાયદોનો સોદો સાબિત થઈ શકે છે.

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા- જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: