Home /News /business /

Gold Price Today : સોનામાં રોકાણ કરવાનો યોગ્ય સમય? જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gold Price Today : સોનામાં રોકાણ કરવાનો યોગ્ય સમય? જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gold Price Today

સોમવારે MCX પર સોનાની કિંમતમાં 0.15 ટકાનો વધારો થયો છે અને તેની કિંમત વધીને 49,947 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે. આ સિવાય ચાંદીની કિંમત 0.38 ટકા વધીને 58,558 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

    સોમવારે MCX પર સોનાની કિંમતમાં 0.15 ટકાનો વધારો થયો છે અને તેની કિંમત વધીને 49,947 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે. આ સિવાય ચાંદીની કિંમત 0.38 ટકા વધીને 58,558 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

    સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે કીમતી ધાતુઓની કિંમતમાં વધારો નોંધાયો હતો. જો તમે આજે જ્વેલરી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ઘરની બહાર નીકળતા પહેલા સોના અને ચાંદીની નવીનતમ કિંમતો જાણી લેવી ફાયદાકારક રહેશે. સોમવારે MCX પર સોનાની કિંમતમાં 0.15 ટકાનો વધારો થયો છે અને તેની કિંમત વધીને 49,947 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે. આ સિવાય ચાંદીની કિંમત 0.38 ટકા વધીને 58,558 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

    આ પણ વાંચો -Stock Market : આજે પોઝિટિવ જોવા મળી રહ્યો છે બજારનો મૂડ, આ પરિબળો નક્કી કરશે શેરની મૂવમેન્ટ

    જાણો ચાંદીના ભાવ


    જો આપણે ચાંદી વિશે વાત કરીએ તો, ચાંદીના ભાવમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. ચાંદીની કિંમત 0.38 ટકા વધીને 58,558 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો -Today Petrol Price : વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 112 ડોલર પ્રતિ બેરલ, જાણો આજના પેટ્રોલ-ડીઝલના ભાવ

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: 10 Gram gold Latest Price, 10 Gram Gold Price, Gold and silver, Gold price, Gold price today

    આગામી સમાચાર