Home /News /business /

Gold price today : સોનાની કિંમતમાં આંશિક વધારો, જાણો આજે ગુજરાતમાં સોનાનો ભાવ

Gold price today : સોનાની કિંમતમાં આંશિક વધારો, જાણો આજે ગુજરાતમાં સોનાનો ભાવ

સોનાની કિંમતમાં વધારો

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે.

વધુ જુઓ ...
    સોનાના ભાવમાં (Gold Rate) આજે આંશિક વધારો નોંધાયો છે. શેરબજારમાં ઘટાડાના ટ્રેન્ડ સાથે લોકો હવે સોનામાં રોકાણ કરવાને વધુ સુરક્ષિત માની રહ્યા છે. આ સિવાય લગ્નનની સિઝનને કારણે સોનાની માંગમાં વધારો થઇ રહ્યો છે અને સાથે જ સોનાના ભાવમાં આગામી સમયમાં વધારો થવાની શક્યતા છે. આજે સવારે MCX પર, સોનાનો વાયદો 0.17 ટકા (રૂ. 86 વધીને) રૂ. 50,920 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીનો વાયદા ભાવ 0.22 ટકા એટલે કે રૂ. 133 વધીને રૂ. 61,070 પ્રતિ કિલોગ્રામ થયો

    અમદાવાદ અને સુરતમાં આજે સોનાનો ભાવ


    22 કેરેટ સોનાનો આજનો ભાવ























    Gram22 Carat Gold Today
    1 Gram₹4,766
    8 Gram₹38,128
    10 Gram₹47,660
    100 Gram₹4,76,600



    24 કેરેટ સોનાનો આજનો ભાવ























    Gram24 Carat Gold Today
    1 Gram₹5,203
    8 Gram₹41,624
    10 Gram₹52,030
    100 Gram₹5,20,300



    ઉપર આપેલા સોનાના ભાવમાં જીએસટી, ટીસીએસ અને અન્ય કર સામેલ નથી.

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો -આજે પણ શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ રહે તેવી શક્યતા, સમજદારીપૂર્વક નાણાં રોકવાની સલાહ

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો -ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો, જાણો શું તમારા શહેરમાં સસ્તું થયું પેટ્રોલ?

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Gold price in Gujarat, Gold price today, Gold silver price

    આગામી સમાચાર