કરવાચોથના દિવસે સસ્તું થયું સોનું, જાણો આજનો નવો ભાવ

News18 Gujarati
Updated: October 17, 2019, 9:55 PM IST
કરવાચોથના દિવસે સસ્તું થયું સોનું, જાણો આજનો નવો ભાવ
પ્રતીકાત્મક તસવીર

આજે કરવા ચોથના દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડૉલરની તુલનાએ રૂપિયા મજબૂત થતાં અને વૈશ્વિક સંકેતો વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ આજે કરવા ચોથના દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડૉલરની તુલનાએ રૂપિયા મજબૂત થતાં અને વૈશ્વિક સંકેતો વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. સોનાની (Gold Price) કિંમતોમાં રૂ 105 પ્રિત 10 ગ્રામ ઘટાડો નોંધાયો છે. રાજધાની દિલ્હીમાં ચાંદીના (Silver Price Today)કિંમતોમાં રૂ.509 પ્રતિ કિલોગ્રામમાં વધારો જોવા મળ્યો હતો. HDFC સિક્યુરિટીઝ પ્રમાણે સોનાના ભાવમાં નરમી બ્રિગ્ઝિટને લઇને આશાઓ અને અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડીલને લઇને સકારાત્મક ઉમ્મીદ બાદ રહી છે. આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સોનાના ભાવમાં ઘટાડો થતાં લોકોના ચહેરાની ચમક વધતી નજરે ચડે છે.

ગુરુવારે દિલ્હી સોના-ચાંદી બજારમાં સોનાનો ભાવ રૂ.105 સસ્તું થતાં રૂ. 38,985 પ્રતિ 10 ગ્રામ થયું છે. રૂપિયો મજબૂત થતા સ્થાનિક બજારમાં સોનાની કિંમતોમાં ઘટાડો થઇ રહ્યો છે. વૈશ્વિક સ્તરની વાત કરીએ તો ન્યૂયોર્કમાં સોનું વધીને 1488 ડૉલર પ્રતિ ઔંસ ઉપર ટ્રેડ કરી રહ્યું હતું. ચાંદી 17.45 ડૉલર પ્રતિ ઔંસ ઉપર ટ્રેડ કરી રહી હતી.

આ પણ વાંચોઃ-Google Assistant વાપરો છો તો સાવધાન! નવા પ્રકારનું બગ મળું

સોનાના ભાવ અંગે કારણ આપતા HDFC સિક્યુરિટીના સીનિયર એાલિસ્ટ (કોમોડિટી) તપન પટેલે જણાવ્યું હતું કે, સોનાના ભાવમાં નરમી રૂપિયાના કારણે આવી છે. અમેરિકી બજારમાં સોનાના ભાવમાં નરમાઇ રહી છે. રૂપિયો પણ 18 પૈસા મજબૂત થઇને બંધ થયો છે. જેની સીધી અસર સોનાના ભાવ ઉપર પડી હતી.

આ પણ વાંચોઃ-આ દેશોમાં ભારતીયો વિઝા વગર જઇ શકે છે ફરવા, દિવાળીએ કરો પ્લાન

આ પણ વાંચોઃ-પૈસા વગર બૂક કરાવો દિવાળી અને છઠ ઉપર ટ્રેનની ટિકિટ, IRCTCની ખાસ ઑફરચાંદીની નવી કિંમતોઃ ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદીની કિંમત રૂ. 509 પ્રતિ કિલો વધીને 46,809 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. આ પહેલા બુધારે ચાંદી રૂ.489 વધીને રૂ. 46,300 પ્રતિ કિલોના ભાવે બંધ રહી હતી.
First published: October 17, 2019, 9:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading