Home /News /business /

Gold Price Today : સોનાની કિંમતમાં ઘટાડો, ચાંદી ફરી 57 હજારે પહોંચ્યુ, રોકાણ કરવાનો યોગ્ય સમય?

Gold Price Today : સોનાની કિંમતમાં ઘટાડો, ચાંદી ફરી 57 હજારે પહોંચ્યુ, રોકાણ કરવાનો યોગ્ય સમય?

સોનાના ભાવમાં ઘટાડો

તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    એક તરફ શેરબજાર આજે લાલ નિશાનમાં ખુલ્યુ છે તો બીજી બાજુ સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Price)પણ ઘટાડો નોંધાયો છે. આજે સવારે 9.30 વાગ્યે MCX પર, સોનાનો વાયદા ભાવ 0.07 ટકા ઘટીને રૂ 50,745 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદી 0.08 ટકા ઘટીને રૂ. 57,087 પ્રતિ કિલોગ્રામ થયો.

    22 કેરેટ સોનાનો આજનો ભાવ

    Gram                   22 Carat Gold Today

    1 Gram              ₹4,700

    8 Gram              ₹37,600

    10 Gram          ₹47,000

    100 Gram      ₹4,70,000

    24 કેરેટ સોનાનો આજનો ભાવ

    Gram                   24 Carat Gold Today

    1 Gram                ₹5,126

    8 Gram               ₹41, 008

    10 Gram           ₹51,260

    100 Gram         ₹5,12,600

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો -વિદેશ જતા વિદ્યાર્થીઓને શા માટે વિદેશી મુસાફરી વીમા કવરની જરૂર છે?

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Gold price today, Gold silver price

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन