Gold Price Today: ચાંદીમાં મોટો ઘટાડો, સોનાનાં વધ્યા ભાવ, ચેક કરી લો આજનો બંધ ભાવ

13 સેપ્ટેમ્બરે ચાંદીનાં ભાવમાં ઘટાડો નોંધાયો

Silver Price Down: ચાંદીનાં ભાવમાં આજે પણ ઘટાડો નોંધાયો છે. સફેદ ધાતુ (Silver Price) 62 હજાર રૂપિયા પ્રતિ કિલોની નીચે પહોંચી ગઇ છે. દિલ્હી સરાફા બજારમાં સોમવારે ચાંદીનો (Silver Closing Rate) ભાવ 413 રૂપિયા ઘટ્યો હતો આ સાથે તે 61,907 પર બંધ થઇ હતી. તો આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ચાંદીનાં ભાવમાં મોટો બદલાવ નથી થયો. અને તે 23.66 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચ્યો હતો.

  • Share this:
    નવી દિલ્હી: સપ્તાહના પહેલા દિવસે સોના અને ચાંદીના વાયદા બજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange= MCX) પર સોમવાર સાંજે 5 વાગ્યે સોના (Gold Price Today) નાં ભાવમાં 46,000 પ્રતિ 10 ગ્રમની નીચે રહ્યાં. તો ચાંદીનાં ભાવ (Silver Price Today)માં આજે મોટો ઘટાડો નોંધાયો. જેમાં ચાંદી 62,000 રૂપિયા પ્રતિ કિલોની અંદર આવી ગઇ છે. ગત કારોબારી સત્ર દરમિયાન દિલ્હી સરાફા બજારમાં સોનાનો ભાવ 46,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો જ્યારે ચાંદીનો ભાવ 62,320 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આજે સોનાનાં ભાવ વધ્યા હતાં અને ચાંદીનાં ભાવમાં બદલાવ જોવા મળ્યો નથી.

    આ પણ વાંચો-Jioના 3 ધમાકેદાર પ્લાન, 11 મહિનાની વેલિડિટી, 504GB ડેટા સહિત મળશે અન્ય પણ ફાયદા

    સોનાનો નવો ભાવ- સોમવારે સોનાનાં ભાવમાં 82 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો સામાન્ય વધારો નોંધાયો હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં 99.9 ગ્રામ શુદ્ધતાવાળા સોનાનો ભાવ આજે 45,952 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આ આધારે સોનું તેનાં સર્વોચ્ચ સ્તરની સરખામણીએ 10,248 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું છે. આપને જણાવીદઇએ કે, ઓગસ્ટ 2020માં સોનું 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાનો ભાવ વધી 1790 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે.

    આ પણ વાંચો-Kareena Kapoor: 'નો મેકઅપ લૂક'માં જોઇ છક થઇ ગયા ફેન્સ, તસવીરો જોઇ બોલ્યા- 'ઘરડી થઇ ગઇ આ તો'

    62,000 રૂપિયા નોંધાયો ચાંદીનો ભાવ- ચાંદીનાં ભાવમાં આજે પણ ઘટાડો નોંધાયો છે. સફેદ ધાતુ 62 હજાર રૂપિયા પ્રતિ કિલોની નીચે પહોંચી ગઇ છે. દિલ્હી સરાફા બજારમાં સોમવારે ચાંદીનો ભાવ 413 રૂપિયા ઘટ્યો હતો આ સાથે તે 61,907 પર બંધ થઇ હતી. તો આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ચાંદીનાં ભાવમાં મોટો બદલાવ નથી થયો. અને તે 23.66 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચ્યો હતો.

    આ  પણ વાંચો- Siddharth Shukla: જાણો કેટલાં કરોડનો માલિક છે સિદ્ધાર્થ શુક્લા, અને જુઓ તેનાં ઘરની અંદરની તસવીરો

    ગોલ્ડમાં કેમ થઇ રહ્યો છે ઘટાડો- HDFC સિક્યોરિટીઝનાં સીનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલે કહ્યું કે, સોનાનાં ભાવમાં આવેલી તેજીએ ગત ધોવાણ અટકાવી દીધુ છે. તેમનાં જણાવ્યાં અનુસાર, આજે ફોરેક્સ માર્કેટમાં રુપિયો ડોલરની સરખામણીએ 18 પૈસાનાં ઘટાડાની સાથે 73.68 પર બિઝનેસ કરી રહ્યો હતો. ડોલરમાં આવેલી મજબૂતીને કારણે સોનાનાં ભાવમાં તેજી જોવા મળી છે.

    આ પણ વાંચો, પહેલી ઓક્ટોબરથી 2 બેંકોની ચેકબુક થઈ જશે અમાન્ય, જાણો કેવી રીતે થશે અપડેટ

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ- સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો
    Published by:Margi Pandya
    First published: