Home /News /business /Gold Rate Today, 11 Feb 2022: સોનામાં મોટો કડાકો, આજે રેકોર્ડ હાઈથી 7,500 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું, જાણો 10 ગ્રામનો ભાવ

Gold Rate Today, 11 Feb 2022: સોનામાં મોટો કડાકો, આજે રેકોર્ડ હાઈથી 7,500 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું, જાણો 10 ગ્રામનો ભાવ

આજનો સોનાનો ભાવ 7500 રૂપિયા તુટ્યો

આજે છે સસ્તુ સોનુ ખરીદવાની તક- મલ્ટી કોમોડિટીઝ એક્સચેન્જ (MCX) પર આજે ગોલ્ડ 0.49 ટકા ઘટવાની સાથે બિઝનેસ કરી રહ્યો છે તો ચાંદીનાં (Silver Price Today) ભાવમાં પણ ભારે કડાકો નોંધાયો છે.

    નવી દિલ્હી: સોનાનાં ભાવમાં (Gold Price Today)માં આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, ગત ચાર દિવસોથી સોનાનાં ભાવ (Gold Rate)માં વધારો નોંધાઇ રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે ગોલ્ડ 0.49 ટકાનાં ઘટાડા સાથે બિઝનેસ કરી રહ્યો છે તો ચાંદીનાં ભાવ (Silver Price Today)માં પણ ભારે કડાકો નોંધાયો છે.

    સોના ચાંદીનો ભાવ (Gold Silver Price)
    એપ્રિલ ડિલીવરી વાળા ગોલ્ડનાં ભાવ આજે 0.49 ટકાનો ઘટાડો નોંધાયો છે. સાથે જ 48,715 રૂપિયા પ્રતિ 10 ગ્રામનાં લેવલ પર છે. તો આજનાં બિઝનેસમાં ચાંદી 1.10 ટકાનાં ઘટાડાની સાથે 62,568 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર ટ્રેન્ડ કરી રહી છે.

    7500 રૂપિયા સસ્તુ મળી રહ્યું છે સોનું
    ઓગસ્ટ વર્ષ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયાનાં ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો. આજે સોનું એપ્રિલ વાયદા MCX પર 48,715 રૂપિયા પ્રતિ 10 ગ્રામનાં લેવલ પર છે. એટલે કે, હવે તેમાં 7500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

    આ પણ વાંચો-LIC IPO: દેશની સૌથી મોટી વીમા કંપની આજે SEBI પાસે જમા કરાવી શકે ડ્રાફ્ટ પેપર, 1 લાખ કરોડ એકઠા કરવાનો પ્લાન

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો-Petrol-Diesel Price Today: ક્રૂડ ઓઇલનાં ભાવમાં વધારો, અહીં ચેક કરો પેટ્રોલ-ડીઝલનો આજનો ભાવ

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Gold and Silver Price, Gold price, Gold rate today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन