Gold Price Today: સતત ઘટી રહ્યો છે ગોલ્ડનો ભાવ, જાણો આજે 10 ગ્રામ સોનું કેટલું સસ્તું થયું

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Gold Silver Price Today: મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો, જાણો અમદાવાદ અને વડોદરાના સોનાના ભાવ

  • Share this:
    Gold Silver Price 6 August 2021: સોના અને ચાંદીના ભાવમાં આજે શુક્રવાર 6 ઓગસ્ટે ફરી એક વાર ઘટાડો નોંધાયો છે. એવામાં જો સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ તમારા માટે સારી તક છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange - MCX) પર ઓક્ટોબર ડિલીવરીવાળા સોનાનો ભાવ (Gold Price Today) 0.26 ટકાના ઘટાડા સાથે 47,480 રુપિયા પર આવી ગયો છે. તેની સાથે જ ચાંદી (Silver Price Today)માં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે.

    આજે શું ભાવે વેચાઈ રહ્યું છે 10 ગ્રામ ગોલ્ડ (10 gram Gold Rate): મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર ઓક્ટોબરવાળા સોનાનો ભાવ 0.26 ટકા ઘટાડાની સાથે 47,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે.

    ચાંદીનો ભાવ (Silver Price Today): જો ચાંદીની વાત કરીએ તો આજે તેના ભાવમા; ખાસો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 0.41 ટકાના ઘટાડા બાદ 66,720 રૂપિયા પર આવી ગયો છે.

    અમદાવાદમાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત (Ahmedabad Gold Price Today)- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 47,390 રુપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 49,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    વડોદરામાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત (Vadodara Gold Price Today)- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, વડોદરામાં 22 કેરેટ સોનાની કિંમત 46,620 રુપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 48,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    આ પણ વાંચો, 7th Pay Commission: સરકારી કર્મચારીઓના DAમાં વધારો,
    જાણો કયા રાજ્યોના કર્મચારીઓની સેલરીમાં થયો વધારો?

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ- નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    ગોલ્ડ રોકાણમાં સારા રિટર્નની તક- સોનામાં રોકાણની વાત કરીએ તો ગયા વર્ષે સોનાએ 28 ટકા રિટર્ન આપ્યું છે. તેના આગલા વર્ષે પણ સોનાનું રિટર્ન લગભગ 25 ટકા રહ્યું હતું. જો તમે લોન્ગ ટર્મ માટે રોકાણ કરી રહ્યા છો તો સોનું હજુ પણ રોકાણ માટે ખૂબ જ સુરક્ષિત અને સારો વિકલ્પ છે, જેમાં શાનદાર રિટર્ન મળે છે.

    આ પણ વાંચો, Modi Government: મહિલાઓ અને બાળકોની સાથે વધી રહેલા યૌન ઉત્પીડનનો મામલો, 31 રાજ્યોમાં હશે ફાસ્ટ ટ્રેક કોર્ટ


    સોનાની ખરીદીને લઈ Expertsનો મત- જાણકારોનું માનવું છે કે, આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ ગત રેકોર્ડને તોડીને 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જોકે, હજુ તેમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. એવામાં રોકાણકારો 6 મહિનાની અવધિ અને સ્ટોપલોસ લગાવીને ખરીદી કરે તો નફો મેળવી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: