Gold-Silver Price Today: સસ્તું સોનું ખરીદવાની તક, રેકોર્ડ હાઈથી 10,000 રૂપિયા ભાવ ઘટ્યો, ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો રેટ

સોનું તેના રેકોર્ડ હાઈથી ઘણા સસ્તા ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

Gold-Silver Latest Rates: મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનામાં સતત નરમાઈ જોવા મળી રહે છે, ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો

  • Share this:
    Gold-Silver Latest Rates, 17 September 2021: મલ્ટી કોમડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર શુક્રવાર સવારે સોનાના વાયદામાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાંદીમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. શુક્રવાર સવારે 09:52 વાગ્યે MCX પર સોનું (Gold Price Today) 0.01 ટકા ઘટાડા સાથે 46,071 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. સોનામાં સતત ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે. તેનાથી વિપરિત ચાંદીમાં (Silver Price Today) હકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે અને MCX પર 0.28 ટકાના ઉછાળા સાથે 61,245 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે.

    10 હજાર રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું

    વર્ષ 2020ની વાત કરીએ તો ગયા વર્ષે સમાન સમયગાળામાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયાના ઉચ્ચતમ સ્તર (Gold Rates) પર પહોંચી ગયું હતું. આજે સોનું 46,071 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. એટલે કે હજુ પણ લગભગ 10 હજાર રૂપિયા સોનું સસ્તું મળી રહ્યું છે.

    દેશના ચાર મુખ્ય શહેરોમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ
    ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, 17 સપ્ટેમ્બરે દેશની રાજધાની દિલ્હીમાં (Delhi Gold Price) 10 ગ્રામ સોનાની કિંમત 50,350 રૂપિયા, મુંબઈમાં (Mumbai Gold Price) 46,780 રૂપિયા, ચેન્નઈમાં (Chennai Gold Price) 48,330 રૂપિયા અને કોલકાતામાં (Kolkata Gold Price) 49,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

    ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ

    ગુડ રિટર્ન્સ (Good Returns) વેબસાઇટ મુજબ, શુક્રવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad 24 Carat Gold Price) 48,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat 24 Carat Gold Price) 48,200 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara 24 Carat Gold Price) 47,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 61,200 રૂપિયા છે.

    આ પણ વાંચો, Earn Money: ઘરે બેઠા ફ્રેન્ચાઇઝી લઇને ફ્રીમાં શરૂ કરો પોતાનો Business, થશે લાખોની કમાણી

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો, LIC IPO: કેન્દ્ર સરકારનો 10 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક, ફંડથી શેની ખોટ ભરપાઈ થશે?

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: