Home /News /business /

Gold prices today: આનંદો! સોના-ચાંદીની કિંમતમાં આવ્યો મોટો ઘટાડો, રેકોર્ડ ભાવથી ₹8000 સસ્તું મળી રહ્યું છે Gold

Gold prices today: આનંદો! સોના-ચાંદીની કિંમતમાં આવ્યો મોટો ઘટાડો, રેકોર્ડ ભાવથી ₹8000 સસ્તું મળી રહ્યું છે Gold

સોનાની કિંમત

Gold price Gujarat Today: રોકાણ માટે પણ સોનાની ખરીદી ફાયદાકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે બહુ ઝડપથી સોનાની કિંમતમાં વધારો થશે.

    નવી દિલ્હી. Gold prices today: સોના-ચંદીની કિંમતમાં (Gold silver price today 9 dec 2021) આજે એટલે કે ગુરુવારે ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારે ફેબ્રુઆરી વાયદાના સોનાની કિંમતમાં (Gold price today) 0.10 ટકા ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડા સાથે સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 48,007 રૂપિયાના સ્તર પર પહોંચી છે. જ્યારે ચાંદીની કિંમત (Silver price today) પણ ઘટી છે. આજે એક કિલોગ્રામ ચાંદીની કિંમતમાં 0.05 ટકાનો ઘટાડો નોંધાયો છે. ચાંદીની કિંમત પ્રતિ કિલોગ્રામ 61,593 રૂપિયા રહી છે.

    સોનાની કિંમત રેકોર્ડ ભાવથી આશરે 8,000 રૂપિયા ઓછી

    હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. એવામાં સોનાની ખૂબ માંગ રહે છે. જો તમે પણ સોનું ખરીદવા ઇચ્છો છો તો હાલ સોનાની કિંમત પોતાના રેકોર્ડ ભાવથી 8000 રૂપિયા જેટલી ઓછી છે. આથી સોનું ખરીદવું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. રોકાણ માટે પણ સોનાની ખરીદી ફાયદાકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે બહુ ઝડપથી સોનાની કિંમતમાં વધારો થશે. સોનાની કિંમત 2020ના વર્ષમાં રેકોર્ડ સપાટી (Gold record price) પર પહોંચી હતી. ઓગસ્ટ 2020માં 10 ગ્રામ સોનાની કિંમત 56,191 રૂપિયાના સ્તર પર પહોંચી હતી.

    વિવિધ શહેરમાં સોનાની કિંમત (માહિતી સોર્સ: goodreturns.in)


































































































































    શહેર 22 કેરેટ 24 કેરેટ
    Chennai ₹45,230 ₹49,340
    Mumbai ₹46,850 ₹47,850
    Delhi ₹47,110 ₹51,400
    Kolkata ₹47,110 ₹49,810
    Bangalore ₹44,960 ₹49,050
    Hyderabad ₹44,960 ₹49,050
    Kerala ₹44,960 ₹49,050
    Pune ₹46,290 ₹49,560
    Vadodara ₹46,770 ₹48,220
    Ahmedabad ₹45,890 ₹49,080
    Jaipur ₹47,310 ₹49,410
    Lucknow ₹45,710 ₹48,610
    Coimbatore ₹45,230 ₹49,340
    Madurai ₹45,230 ₹49,340
    Vijayawada ₹44,960 ₹49,050
    Patna ₹46,290 ₹49,560
    Nagpur ₹46,850 ₹47,850
    Chandigarh ₹45,710 ₹48,610
    Surat ₹45,890 ₹49,080
    Bhubaneswar ₹44,960 ₹49,370
    Mangalore ₹44,960 ₹49,050
    Visakhapatnam ₹44,960 ₹49,050
    Nashik ₹46,290 ₹49,560
    Mysore ₹44,960 ₹49,050

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: ઘરમાં કેટલું સોનું રાખી શકાય? નિશ્ચિત મર્યાદાથી વધારે સોનું હોય તો શું તે જપ્ત થઈ શકે?

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन