Home /News /business /

Gold price today: ઉપર જવા માટે સંઘર્ષ કરતું સોનું, રેકોર્ડ હાઈથી ભાવ 8,000 રૂપિયા ઓછો, જાણો તમારા શહેરમાં આજનો ભાવ

Gold price today: ઉપર જવા માટે સંઘર્ષ કરતું સોનું, રેકોર્ડ હાઈથી ભાવ 8,000 રૂપિયા ઓછો, જાણો તમારા શહેરમાં આજનો ભાવ

સોનાની કિંમત

Gold price Gujarat Today: વૈશ્વિક બજારની વાત કરીએ તો ઇક્વિટી બજારમાં રેલી છતાં સોનાની કિંમતમાં વધારો થયો છે. વૈશ્વિક બજારમાં સોનું 0.1% વધીને $1,785.48 પ્રતિ ઔંસની સપાટી પર હતું.

    મુંબઈ: સોનું (Gold price today)ઉપર જવા માટે સંઘર્ષ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સવારે એમસીએક્સ (MCX) પર ફ્યુચર ગોલ્ડ 0.14% વધીને 48,126 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર ટ્રેડ કરી રહ્યું હતું. જ્યારે ચાંદીની વાત કરીએ તો તે 0.07% ઘટાડા (Silver price today) સાથે 61,785 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર ટ્રેડ કરી રહ્યું હતું. વૈશ્વિક બજારની વાત કરીએ તો ઇક્વિટી બજાર (Equity market)માં રેલી છતાં સોનાની કિંમત (Gold price)માં વધારો થયો છે. વૈશ્વિક બજારમાં સોનું 0.1% વધીને $1,785.48 પ્રતિ ઔંસની સપાટી પર હતું. અન્ય ધાતુઓની વાત કરીએ તો ચાંદી (Silver) 0.2% વધારા સાથે $22.51 પ્રતિ ઔંસના સ્તર પર હતું જ્યારે Platinum 0.3% વધારા સાથે $954.26ના સ્તર પર હતું.

    સોનાની કિંમત રેકોર્ડ ભાવથી આશરે 8,000 રૂપિયા ઓછી

    સોનાની કિંમત 2020ના વર્ષમાં રેકોર્ડ સપાટી (Gold record price) પર પહોંચી હતી. ઓગસ્ટ 2020માં 10 ગ્રામ સોનાની કિંમત 56,191 રૂપિયાના સ્તર પર પહોંચી હતી. એ પ્રમાણે જોઈએ તો હાલ સોનું પોતાની રેકોર્ડ કિંમતથી 8500 રૂપિયા આસપાસ ઓછા ભાવ મળી રહ્યું છે.







































































































































    શહેર 22 કેરેટ  (કિંમત) 24 કેરેટ (કિંમત)
      પ્રતિ 10 ગ્રામ પ્રતિ 10 ગ્રામ
    Chennai ₹45,220 ₹49,330
    Mumbai ₹46,820 ₹47,820
    Delhi ₹46,910 ₹51,170
    Kolkata ₹47,100 ₹49,800
    Bangalore ₹44,760 ₹48,830
    Hyderabad ₹44,760 ₹48,830
    Kerala ₹44,760 ₹48,830
    Pune ₹46,090 ₹49,320
    Vadodara ₹46,510 ₹47,960
    Ahmedabad ₹45,800 ₹49,220
    Jaipur ₹47,000 ₹49,200
    Lucknow ₹45,610 ₹48,510
    Coimbatore ₹45,220 ₹49,330
    Madurai ₹45,220 ₹49,330
    Vijayawada ₹44,760 ₹48,830
    Patna ₹46,090 ₹49,320
    Nagpur ₹46,820 ₹47,820
    Chandigarh ₹45,610 ₹48,510
    Surat ₹45,800 ₹49,220
    Bhubaneswar ₹44,750 ₹49,070
    Mangalore ₹44,760 ₹48,830
    Visakhapatnam ₹44,760 ₹48,830
    Nashik ₹46,090 ₹49,320
    Mysore ₹44,760 ₹48,830

    માહિતી સોર્સ: goodreturns.in

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: સોન ભંડાર: બિહારની આ ગુફામાં છૂપાવેલું છે અઢળક સોનું, ગુફાને ખોલવાનું રહસ્ય ખુલી જાય તો દેશ બની જાય માલામાલ!

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन