Home /News /business /

Gold price today: રેકોર્ડ કિંમતથી અંદાજે 8,500 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું, જાણો લેટેસ્ટ રેટ

Gold price today: રેકોર્ડ કિંમતથી અંદાજે 8,500 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું, જાણો લેટેસ્ટ રેટ

સોનાની કિંમત

Gold price Gujarat Today: સોનાની કિંમત 2020ના વર્ષમાં રેકોર્ડ સપાટી પર પહોંચી હતી. ઓગસ્ટ 2020માં 10 ગ્રામ સોનાની કિંમત 56,191 રૂપિયાના સ્તર પર પહોંચી હતી.

    મુંબઈ: આજે ભારતમાં સોના અને ચાંદીની કિંમત (Gold-Silver price today, 7th December) ફ્લેટ રહી છે. MCX પર આજે સવારે સોનાની કિંમત લગભગ સ્થિર રહી છે. એમસીએક્સ પર 10 ગ્રામ સોનાની કિંમત 47,889 રૂપિયા રહી હતી. જ્યારે ચાંદીની કિંમતમાં 0.14% ઘટાડો જોવા મળ્યો હતો. એક કિલોગ્રામ ચાંદીની કિંમત 61,192 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી હતી. આ પહેલાના સેશનમાં સોનાની કિંમત લગભગ સ્થિર રહી હતી જ્યારે ચાંદીની કિંમતમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારની વાત કરીએ તો સોનાની કિંમત $1,778.79 પ્રતિ ઔંસ જોવા મળી હતી. જ્યારે ચાંદીની કિંમત $22.31 પ્રતિ ઔંસ જોવા મળી હતી.

    સોનાની કિંમત રેકોર્ડ ભાવથી 8,500 રૂપિયા ઓછી

    સોનાની કિંમત 2020ના વર્ષમાં રેકોર્ડ સપાટી પર પહોંચી હતી. ઓગસ્ટ 2020માં 10 ગ્રામ સોનાની કિંમત 56,191 રૂપિયાના સ્તર પર પહોંચી હતી. એ પ્રમાણે જોઈએ તો હાલ સોનું પોતાની રેકોર્ડ કિંમતથી 8500 રૂપિયા આસપાસ ઓછા ભાવ મળી રહ્યું છે.

    સોનાની શુદ્ધતાના માપદંડ (How to check purity of gold )

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    અમદાવાદમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ:

    સૌજન્ય: goodreturns.in


    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો (Check Quality of Gold)

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: લગ્નની સિઝનમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? આ પાંચ વાતોનું રાખો ધ્યાન, ફાયદામાં રહેશો

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ (How to check gold rates)

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन